બિઝનેસ ફેમિલીના દીકરાએ કરિયર તરીકે ક્રિકેટને પસંદ કર્યું, આઈપીએલના કારણે લગ્ન પણ પડતા મૂક્યા
રજત મનોહર પાટીદારનો જન્મ 1 જૂન 1993ના રોજ ઈન્દોર મધ્ય પ્રદેશમાં થયો છે. તે જમણા હાથનો ટોપ ઓર્ડર બેટર અને ઓફ સ્પિનર છે. તે સ્થાનિક ક્રિકેટમાં મધ્ય પ્રદેશ માટે અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. આજે રજત પાટીદારના પરિવાર વિશે જાણીશું.
1 / 10
આજે આપણે કિકેટર રજત પાટીદારના પરિવાર વિશે જાણીએ.
2 / 10
રજત પાટીદારની કારકિર્દી શાનદાર રહી છે. આ યુવા બેટ્સમેને ત્રણેય ફોર્મેટમાં પોતાની છાપ છોડી છે. IPL સિવાય તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ઘણા રન બનાવ્યા છે. તો આજે આપણે રજત પાટીદારના પરિવાર વિશે જાણીશું.
3 / 10
રજત પાટીદારનો જન્મ 1 જૂન 1993ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો.તેના પિતા બિઝનેસમેન છે. જ્યારે તે 8 વર્ષનો હતો ત્યારે તે એક ક્રિકેટ ક્લબમાં જોડાયો હતો અને બાદમાં તેના દાદા દ્વારા તેને એકેડેમીમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેણે બોલર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી અને અંડર U-15 પછી બેટિંગ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.
4 / 10
પાટીદાર ઇન્દોરની ન્યુ દિગમ્બર પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. જ્યાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. બાદમાં તેમણે ઈન્દોર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.
5 / 10
21 ડિસેમ્બર 2023ના રોજ તેણે સાઉથ આફ્રિકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો છે. તેણે 30 ઓક્ટોબર 2015ના રોજ 2015-16 રણજી ટ્રોફીમાં પ્રથમ-વર્ગમાં પ્રવેશ કર્યો હતો. તેણે 8 જાન્યુઆરી 2018ના રોજ 2017-18 ઝોનલ ટી20 લીગમાં મધ્ય પ્રદેશ માટે ટ્વેન્ટી20માં ડેબ્યુ કર્યું હતું.
6 / 10
તે 2018-19 રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશ માટે આઠ મેચમાં 713 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. ઓગસ્ટ 2019માં, તેને 2019-20 દુલીપ ટ્રોફી માટે ઇન્ડિયા બ્લુ ટીમની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
7 / 10
ફેબ્રુઆરી 2021માં, 2021 ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા IPL ઓક્શનમાં પાટીદારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા ખરીદવામાં આવ્યો હતો. તેણે રમેલી ચાર મેચમાં તે માત્ર 71 રન જ બનાવવામાં સફળ રહ્યો હતો અને ત્યારબાદ તેને 2022 ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો.
8 / 10
2022ની IPL પ્લેયર ઓક્શનમાં પાટીદાર અનશોલ્ડ રહ્યો બાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા ઈજાગ્રસ્ત લુવનીથ સિસોદિયાના સ્થાને INR 20 લાખમાં પાટીદારને લીધો હતો.25 મે 2022ના રોજ, 2022 ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એલિમિનેટર મેચમાં, પાટીદારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 112* (54) આ એક રેકોર્ડબ્રેક ઇનિંગ્સ સાબિત થઈ, કારણ કે તે ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્લેઓફ તબક્કામાં સદી ફટકારનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી બન્યો હતો.
9 / 10
અસાધારણ સ્થાનિક સિઝન અને 2022 IPL સિઝનમાં તેના પ્રદર્શનના પરિણામે, પાટીદારને ઓક્ટોબર મહિનામાં સાઉથ આફ્રિકા સામેની સીરિઝ માટે વન-ડે ઇન્ટરનેશનલ (ODI) ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. બાદમાં ફેબ્રુઆરી 2023માં તેને શ્રેયસ ઐયરના સ્થાને ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ સામેની ODI ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે તે બંને વખતે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો.
10 / 10
તેણે 21 ડિસેમ્બર 2023 ના રોજ સાઉથ આફ્રિકા સામે તેની ODI ડેબ્યૂ કર્યું છે.જાન્યુઆરી 2024માં તેને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની પ્રથમ બે મેચો માટે ભારતની ટીમમાં વિરાટ કોહલીના સ્થાને સ્થાન આપવામાં આવ્યું હતું. તેણે 2 ફેબ્રુઆરી 2024 ના રોજ સીરિઝની બીજી મેચમાં તેનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. એક સમયે લગ્ન પડતા મુકી ક્રિકેટ રમવા પહોંચ્યો હતો.
Published On - 7:14 am, Thu, 29 February 24