IPL 2024: શું ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ તેમને મળેલી કિંમત પ્રમાણે કર્યું છે પ્રદર્શન? આંકડાઓ ચોંકાવી દેશે

|

Apr 08, 2024 | 8:33 PM

કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને IPL 2024 માટે જાળવી રાખવામાં આવ્યા હતા અને કેટલાકને ફ્રેન્ચાઈઝીઓએ હરાજીમાં મોંઘી બોલી લગાવીને ખરીદ્યા હતા. મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સને એટલા પૈસા મળ્યા કે IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીનો અગાઉનો રેકોર્ડ તૂટી ગયો. પરંતુ શું ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોએ IPLની 17મી સિઝનમાં રમાયેલી પ્રથમ 21 મેચોમાં પોતાને માટે ચૂકવેલ કિંમત પ્રમાણે પ્રદર્શન કર્યું છે?

1 / 5
ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની ગણતરી IPLના સૌથી મોંઘા ખેલાડીઓમાં થાય છે. IPLના ઈતિહાસમાં બે સૌથી મોંઘા ખેલાડી ઓસ્ટ્રેલિયન છે. પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્ક પર 20 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના આ બંને ખેલાડીઓનું પ્રદર્શન એટલું સારું રહ્યું નથી.

2 / 5
મિશેલ માર્શ માટે દિલ્હી કેપિટલ્સે 6.5 કરોડનો ખર્ચ કર્યો છે. પરંતુ, અત્યાર સુધી રમાયેલી 4 મેચોમાં તેણે બેટથી જેટલા રન બનાવ્યા છે કરતા વધુ રન તેણે બોલિંગમાં આપ્યા છે અને માત્ર એક જ વિકેટ લીધી હતી. આ સિવાય તે હવે ઈજાગ્રસ્ત છે અને એક અઠવાડિયા માટે બહાર છે.

3 / 5
ગ્લેન મેક્સવેલને RCBએ જાળવી રાખ્યો હતો. જ્યારે કેમેરોન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સ સાથે રૂ. 17.50 કરોડમાં ટ્રેડ કરી ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ, અત્યાર સુધી આ બંનેનું પરફોર્મન્સ તેમને મળી રહેલા પૈસા સાથે મેળ ખાતું નથી. મેક્સવેલે અત્યાર સુધી રમાયેલી 4 મેચોમાં 0, 3, 28, 0 અને 1 રન બનાવ્યા છે. જ્યારે કેમેરોન ગ્રીને પણ માત્ર 5, 9, 33 અને 3 રન બનાવ્યા છે.

4 / 5
ઓસ્ટ્રેલિયાના બે ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ અને ટિમ ડેવિડ પણ અપેક્ષાઓ પર ખરા ઉતરતા જોવા મળ્યા નથી. પરંતુ બંનેએ પોતપોતાના દમ પર પોતપોતાની ફ્રેન્ચાઈઝી માટે 1-1 મેચ ચોક્કસપણે જીતી છે. સ્ટોઈનિસે ગુજરાત સામે લખનૌ માટે મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. જ્યારે દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ટિમ ડેવિડે 21 બોલમાં 45 રન બનાવ્યા હતા.

5 / 5
સ્ટાર્ક અને કમિન્સ બે સૌથી મોંઘા ખેલાડી છે. KKR એ સ્ટાર્કને 24 કરોડ રૂપિયાથી વધુ ચૂકવીને ઉમેર્યો છે. પરંતુ, અત્યાર સુધી તેની ગણતરી લીગના સૌથી મોંઘા બોલરોની યાદીમાં થાય છે. જ્યારે પેટ કમિન્સ પોતાને મળેલી 20 કરોડથી વધુની રકમ સાથે થોડો ન્યાય કરી રહ્યો હોય તેવું લાગે છે. તે કેપ્ટનશિપ અને બોલિંગની ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યો છે અને આમ કરતી વખતે તેણે ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદને પ્લેઓફની રેસમાં પણ જાળવી રાખી છે.

Published On - 8:33 pm, Mon, 8 April 24

Next Photo Gallery
IPL 2024: જાણો કોણ છે યશ ઠાકુર, જેણે સિઝનની પહેલી 5 વિકેટ લીધી,વિકેટ કીપર બનવાનું સપનું હતું, મજબૂરીમાં બોલર બન્યો
IPL 2024 : સોલ્ટ આઈપીએલ મેચના પ્રથમ બોલ પર આઉટ થનાર 25મો ખેલાડી બન્યો, લિસ્ટમાં આ ખેલાડીઓ પણ સામેલ