IPL 2024: જાણો કોણ છે યશ ઠાકુર, જેણે સિઝનની પહેલી 5 વિકેટ લીધી,વિકેટ કીપર બનવાનું સપનું હતું, મજબૂરીમાં બોલર બન્યો

|

Apr 08, 2024 | 1:45 PM

યશ ઠાકુરની ફાસ્ટ બોલિંગના કારણે ગુજરાત ટાઈટન્સે લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ આઈપીએલ 2024ની મેચમાં જીત મેળવી છે. યશ સીઝનમાં 5 વિકેટ લેનાર પહેલો બોલર પણ બની ગયો છે. કરિયરની શરુઆતમાં તે વિકેટકીપિંગ કરતો હતો પરંતુ કોચે તેને બોલર બનવાની સલાહ આપી હતી.

1 / 5
 આઈપીએલ 2024માં લખનૌ સુપર જાયન્ટસની હારની સાથે શરુઆત થઇ હતી, પરંતુ ત્યારબાદ ત્રીજી મેચમાં કબજો કર્યો છે. લખનૌએ પોતાના ઘર આંગણે ગુજરાત ટાઈટન્સને હાર આપી છે. આઈપીએલના ઈતિહાસમાં પહેલી વખત લખનૌએ ગુજરાતને હાર આપી છે.

2 / 5
આ હારનો હિરો લખનૌનો યુવા ફાસ્ટ બોલર યશ ઠાકુર હતો. તેમણે 30 રન આપી 5 વિકેટ લીધી હતી. યશ સીઝનમાં 5 વિકેટ લેનાર પહેલો બોલર પણ છે. યશ ઠાકુર 5 વિકેટ લઈ પાંચ વિકેટ હોલ અને મેન ઓફ ધ મેચ એવોર્ડથી ખુશ છે.

3 / 5
જમણા હાથના ફાસ્ટ બોલર યશ ઠાકુર વિદર્ભ માટે સ્થાનિક ક્રિકેટ રમે છે. એમએસ ધોનીને વર્લ્ડ કપ જીતતા જોઈને યશ ઠાકુરને ક્રિકેટની લત લાગી ગઈ અને તેણે વિકેટકીપિંગ કરવાનું શરૂ કરી દીધું. જો કે તે ઉમેશ યાદવની બોલિગ જોઈને પ્રભાવિત થયો હતો.

4 / 5
25 વર્ષના યશે ગત વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતુ. લખનૌએ તેમને ઓક્શનમાં 45 લાખ રુપિયામાં પોતાની ટીમમાં લીધો છે.

5 / 5
યશ ઠાકુર હાલમાં પૂર્ણ થયેલી રણજી ટ્રોફીની ફાઈનલમાં વિદર્ભની ટીમનો ભાગ હતો. તેમણે ફાઈનલમાં 6 અને સેમિફાઈનલમાં પણ 6 વિકેટ લીધી હતી. આ સીઝનમાં તેમણે 7 મેચમાં 27 વિકેટ લીધી હતી. 22 ફર્સ્ટ ક્લાસ મેચમાં તેના નામે 67 જ્યારે 37 લિસ્ટ એ મેચમાં 54 વિકેટ છે. 49 ટી 20માં યશ 74 વિકેટ લઈ ચૂક્યો છે.

Next Photo Gallery
IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સની પહેલી જીતનો અસલી હીરો કોણ? કેપ્ટન હાર્દિક પંડ્યાએ જાહેર કર્યું નામ
IPL 2024: શું ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ તેમને મળેલી કિંમત પ્રમાણે કર્યું છે પ્રદર્શન? આંકડાઓ ચોંકાવી દેશે