જસપ્રીત બુમરાહ કરશે વાપસી, જાણો ટીમ ઈન્ડિયાનો સંપૂર્ણ પ્લાન
ધર્મશાળા ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાનો પ્લાન શું છે એ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ટીમ 2 માર્ચના રોજ ચંદીગઢ જશે. જ્યાં તે 3 માર્ચના રોજ ધર્મશાળા માટે ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા રવાના થશે. રિપોર્ટ મુજબ ભારતીય ટીમની સાથે તેની ફ્લાઈટથી ઈંગ્લેન્ડની ટીમ પણ જશે.
1 / 5
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે છેલ્લી ટેસ્ટ ધર્મશાળામાં 7 માર્ચના રોજ રમાશે, પરંતુ આ પહેલા ટીમ ઈન્ડિયામાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. જે પ્લેઈંગ ઈલેવન રાંચીમાં જીતની સાથે ટેસ્ટ સીરિઝ જીતી અને નવી સ્ક્રિપ્ટ લખશે. બની શકે બોલર ધર્મશાળામાં રમતો જોવા ન મળી શકે, એટલે કે, ટીમની બોલિંગ અને બેટિંગમાં ફેરફાર જોવા મળી શકે છે.
2 / 5
જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ શકે છે. અન્ય ખેલાડીઓ પણ છે જે છેલ્લી ટેસ્ટમાં રમતા ન જોવા મળી શકે, હવે સવાલ એ છે કે, ક્યો ખેલાડી છે જે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ધર્મશાળા ટેસ્ટમાંથી બહાર થશે અને કેમ ?
3 / 5
જ્યાં સુધી જસપ્રીત બુમરાહની વાત છે, ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝની છેલ્લી મેચમાં તે પરત ફરી શકે છે. બુમરાહને રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટમાંથી બ્રેક આપવામાં આવ્યો હતો. તે ટીમની સાથે રાંચી પહોંચી ન હતી. બુમરાહને બ્રેક તેના વર્કલોડને મેનેજ કરવા આપવામાં આવ્યો હતો.
4 / 5
ક્રિકબઝના અહેવાલની વાત માનીએ તો જસપ્રીત બુમરાહની પાંચમી ટેસ્ટમાં લગભગ વાપસી નક્કી છે. પરંતુ વર્કલોડને મેનેજ કરવા માટે અન્ય કેટ્લાક ખેલાડીઓને આરામ આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
5 / 5
ત્યારે વર્કલોડ મેનેજમેન્ટ કેટલાક બોલર અને બેટ્સમેનને પાંચમી ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવી શકે છે. વિરાટ કોહલી આ ટેસ્ટ સીરિઝમાં રમશે નહિ. જ્યારે કે.એલ રાહુલ પહેલી ટેસ્ટમાં રમ્યા બાદ ઈજાગ્રસ્ત થયો હતો અને હજુ સુધી અન્ય ટેસ્ટ કે, આ સીરિઝમાં રમી શક્યો નથી,