IPL 2024 ની 60મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 18 રનથી હરાવ્યું અને આ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગયું.
ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચ વરસાદને કારણે 16-16 ઓવરની કરવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 157 રન બનાવ્યા જેમાં વેંકટેશ અય્યરે સૌથી વધુ 42 રન બનાવ્યા.
જવાબમાં મુંબઈ તેની 16 ઓવરમાં માત્ર 139 રન જ બનાવી શકી હતી. આન્દ્રે રસેલ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લઈને ટીમને જીત અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. કોલકાતા પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે.
મુંબઈને છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર હતી પરંતુ હર્ષિત રાણાએ પ્રથમ બોલ પર નમન ધીરને અને ત્રીજા બોલ પર તિલક વર્માને આઉટ કરીને રમતનો અંત આણ્યો હતો.
કોલકાતાના 12 મેચમાં 18 પોઈન્ટ છે અને ટીમ પહેલા પ્લેઓફમાં પહોંચી છે. પ્લેઓફની રેસમાંથી પહેલેથી જ બહાર થઈ ગયેલી મુંબઈ ઈન્ડિયન્સને તેની 13મી મેચમાં નવમી હારનો સામનો કરવો પડ્યો હતો.