સાનિયા મિર્ઝાથી છૂટાછેડા બાદ શોએબ મલિક પર લાગ્યો મેચ ફિક્સિંગનો આરોપ, ટીમમાંથી હાંકી કઢાયો
પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શોએબ મલિક બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ફોર્ચ્યુન બારીશાલ ટીમ તરફથી રમી રહ્યો હતો પરંતુ એક મેચમાં મલિકે એક જ ઓવરમાં 3 નો બોલ ફેંકીને બધાને ચોંકાવી દીધા હતા. આ પછી, તેના પર ફિક્સિંગની શંકાઓ થવા લાગી અને તે ટૂર્નામેન્ટ અધવચ્ચે જ છોડી ગયો.