IPL 2024: 10મી ઓવરના અંતિમ બોલ પર મુંબઈના ખેલાડીએ કરી મોટી ભૂલ જે બની MIની હારનું કારણ
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમાં મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓએ એવી ભૂલો કરી હતી જે તેમની હારનું કારણ બની હતી. બોલિંગ અને ફિલ્ડિંગમાં MIના ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, તેમ પણ ફિલ્ડિંગમાં ખેલાડીઓએ જે કેચો છોડ્યા, તે આજની મેચમાં તેમની હારનું કારણ બની હતી.
1 / 5
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના મુકાબલામાં હોમ ટીમ RRએ MIને હરાવી આ સિઝનની આઠમી મેચમાં સાતમી જીત મેળવી હતી. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ તમામ મામલે રાજસ્થાનના ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું હતું.
2 / 5
રાજસ્થાનના ખેલાડીઓ સામે મુંબઈના ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ સામાન્ય કક્ષાનું રહ્યું હતું. ખાસ કરીને બોલિંગ અને ફિલ્ડિંગમાં તો જયપુરમાં મુંબઈના ખેલાડીઓએ હેડ જ વટાવી દીધી હતી અને આ જ તેમની હારનું કારણ પણ બની હતી.
3 / 5
મુંબઈએ રાજસ્થાનને જીતવા 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ઈનિંગ શરૂ થયાના થોડા સમય બાદ વરસાદ શરૂ થતા મેચ રોકવામાં આવી હતી. વરસાદ બંધ થયા બાદ ફરી મેચ શરૂ થતા જાણે મુંબઈના ખેલાડીઓ ફિલ્ડિંગ જ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું હતું.
4 / 5
10મી ઓવરના અંતિમ બોલ પર મુંબઈના ખેલાડીએ કરી મોટી ભૂલ જે બની MIની હારનું કારણ બની. પિયુષ ચાવલાની ઓવરમાં યશસ્વી જયસ્વાલે જોરદાર શોટ ફટકાર્યો, બોલ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલ નેહલ વાઢેરાના હાથમાં ગયો, બધાને લાગ્યું જયસ્વાલ કેચ આઉટ થશે પરંતુ વાઢેરાએ કેચ છોડ્યો અને બોલ બાઉન્ડ્રી પાર કરી ગયો અને સિક્સર થઈ ગઈ. જે બાદ યશસ્વી જયસ્વાલે જોરદાર બેટિંગ કરતા શાનદાર સદી ફટકારી હતી અને રાજસ્થાન રોયલ્સને જીત અપાવી હતી.
5 / 5
13 મી ઓવરના પાંચમા બોલ પર હાર્દિકની ઓવરમાં ટીમ ડેવિડે સંજુ સેમસનનો કેચ છોડ્યો અને તેણે પર 28 બોલમાં 38 રન ફટકાર્યા હતા, જેમાં તેને બે સિક્સર અને બે ચોગ્ગા ફટકાર્યા હતા અને જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું,
Published On - 12:00 am, Tue, 23 April 24