જ્યારે સ્કર્ટ પહેરી અમદાવાદની ગલીઓમાં ફર્યો વિનોદ કાંબલી, સચિને આપી હતી આ ચેલેન્જ

|

Jan 18, 2024 | 2:35 PM

આજે ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના બાળપણના મિત્ર અને પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીનો જન્મદિવસ છે. આ બંને બાળપણના મિત્રોએ સાથે ક્રિકેટ રમી અનેક યાદો દર્શકોને આપી છે. આ યાદોમાં મેદાન પરની શાનદાર ઈનિંગ્સથી લઈ મેદાનની બહારની મસ્તી પણ સામેલ છે. જેમાં એકવાર સચિને કાંબલીને સ્કર્ટ પહેરવા કહ્યું હતું અને બાદમાં જે થયું તેનો કિસ્સો ખૂબ જ મજેદાર છે.

1 / 5
સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી બાળપણથી સાથે ક્રિકેટ રમ્યા. જુનિયર-ડોમેસ્ટિક લેવલ પર અનેક રેકોર્ડ બનાવ્યા અને ટૂંકા પણ લગભગ સમાન સમયે જ સાથે ભારતીય નેશનલ ટીમ તરફથી પણ રમ્યા. જ્યાં એક તરફ સચિન અનેક રેકોર્ડ બનાવી વિશ્વનો સૌથી મહાન બેટ્સમેન બન્યો, તો બીજી તરફ કાંબલી સારો રેકોર્ડ હોવા છતાં ક્રિકેટમાં સચિનના લેવલ સુધી ન પહોંચી શક્યો.

2 / 5
બંને મિત્રોએ સાથે મળી મુંબઈને તો અનેક યાદોની ભેટ આપી જ છે, પરંતુ એક ખાસ યાદ સચિન અને કાંબલીએ અમદાવાદને પણ આપી છે. જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. અમદાવાદનો આ કિસ્સો બંને મિત્રોની મેદાનની બહારની મસ્તી સાથે જોડાયેલો છે.

3 / 5
આ ઘટના બંનેના ડોમેસ્ટિક ક્રિકેટના શરૂઆતના દિવસોની છે. જ્યારે સચિન અને કાંબલી અમદાવાદમાં કૂચ બિહાર ટ્રોફીની મેચ રમવા આવ્યા હતા. તે સમયે સચિન તેંડુલકરે અને વિનોદ કાંબલી ખાસ મિત્ર હોવાની સાથે રૂમ પાર્ટનર પણ હતા. એ સમયે સચિને વિનોદને એક ખાસ ચેલેન્જ આપી હતી.

4 / 5
કૂચ બિહાર ટ્રોફી દરમિયાન સચિન તેંડુલકરે વિનોદ કાંબલીને સ્કર્ટ પહેરવાની ચેલેન્જ આપી હતી. ત્યારે વિનોદ કાંબલીએ આ ચેલેન્જ પૂરી કરવા પર તેને શું મળશે એ વિચાર્યા વિના થોડા જ સમયમાં આ ચેલેન્જ પૂર્ણ કરી હતી અને સ્કર્ટ પહેલી હાજર થઈ ગયો હતો.

5 / 5
સચિને કાંબલીને આ ચેલેન્જ પૂર્ણ કરવા પર એ શરત રાખી હતી કે જો વિનોદ કાંબલી સ્કર્ટ પહેરશે તો સચિન તેનો આજીવન ગુલામ બનીને રહેશે. વિનોદ કાંબલીએ સચિને આપેલી આ ચેલેન્જ તો પૂરી કરી, સાથે જ કાંબલીએ અમદાવાદના રસ્તાઓ પર સ્કર્ટ પહેરીને ફર્યો પણ અને રાત્રે 11 વાગ્યે હોટલ પર આવ્યા બાદ કાંબલીએ કપડા બદલ્યા હતા.

Next Photo Gallery
આવતીકાલથી અન્ડર 19 વર્લ્ડ કપમાં ભારતના અભિયાનની શરૂઆત, જાણો ટીમ ઈન્ડિયાનો શું છે શેડ્યૂલ
વિનોદ કાંબલીના પિતાએ એક જ રાશી પર રાખી દીધું 5 બાળકનું નામ, તમામનું નામ ‘વ’ ઉપરથી