પ્રજાસત્તાક દિને ધોરડોની ઝાંખી રજૂ થશે,કર્તવ્યપથ પર સરહદી પ્રવાસન દર્શાવાશે, જુઓ

|

Jan 22, 2024 | 7:42 PM

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શનમાં કર્તવ્ય પથ પર રજૂથનાર ઝાંખીમાં ધોરડો સાંસ્કૃતિક વારસાનો ટેબ્લો રજૂ કરવામાં આવનાર છે. ગુજરાતે સામાજિક અને સાંસ્કૃતિક સહિત રાજકીય અને ઔદ્યોગિક વિકાસ દ્વારા દેશને હંમેશા એક નવી દિશા ચિંધી છે. 26, જાન્યુઆરી 2024 એ દિલ્લીમાં કર્તવ્ય પથ પર રજૂ થનાર ઝાંખીમાં આ વખતે ધોરડોનો ટેબ્લો આકર્ષણ રહેશે.

1 / 7
દિલ્લીમાં કર્તવ્ય પથ પર દેશના અલગ અલગ રાજ્યોની વિવિધ ઝાંખી રજૂ કરવામાં આવશે.ગુજરાત તરફથી આ વખતે સાંસ્કૃતિક અને સામાજિક વારસાને દર્શાવતી ધોરડોની ઝાંખી રજૂ કરવામાં આવનાર છે.

2 / 7
કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક પર્વને લઈ રાષ્ટ્રીય પરેડ પ્રદર્શન કરવામાં આવશે. જેમાં ગુજરાત તરફથી રજૂ થનાર ઝાંખી રાજ્યના સરહદી પ્રવાસનની વૈશ્ચિક ઓળખ ધરાવતા ધોરડોની હશે.

3 / 7
આ વર્ષે રાષ્ટ્રીય પરેડમાં 16 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના મળીને 25 ટેબ્લો રજૂ થનાર છે. આ વર્ષે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

4 / 7
કચ્છમાં આવેલ સરહદી ગામ ધોરડો અનેક વિપરિત પરિસ્થિતિ વચ્ચે મહત્વનું પ્રવાસન ક્ષેત્ર છે. આ સ્થળની ઝાંખી રાષ્ટ્રીય પરેડમાં રજૂ થનાર છે. ધોરડો UNWTO (United Nations World Tourism Organization) ના Best Tourism Villageની યાદીમાં સામેલ કરવામાં આવેલ છે.

5 / 7
ધોરડોની ઝાંખીના આગળના ભાગમાં ગ્લોબમાં દર્શાવવામાં આવી છે. વિશ્વમાં ગુજરાત રાજ્યનો નક્શો અને ભુંગા તરીકે ઓળખાતા કચ્છી ઘરોની ઓળખ ધરાવતા ધોરડોને સ્થાનિક સંસ્કૃતિને પણ દર્શાવશે.

6 / 7
હસ્તકલા, રોગાન કલા, કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્ય બાબતોને ટેબ્લોમાં દર્શાવવામાં આવનાર છે. અહીં સ્થાનિક હસ્તકલાથી તૈયાર કરેલ કેટલી ચિજો ખૂબજ આકર્ષક છે.

7 / 7
આ ઝાંખીમાં પરંપરાગત પહેરવેશથી સજ્જ વિદેશી પ્રવાસીઓને ડિજિટલ પેમેન્ટ કરીને સ્થાનિક ઓળખ ધરાવતી કલાકૃતિઓને ખરીદ કરતા દર્શાવવામાં આવ્યા છે. જેનાથી ધોરડો વિસ્તારની ડિજિટલ પ્રગતિ દર્શાવેલી જોઈ શકાય છે.

Next Photo Gallery
શામળિયા ભગવાનને રામ સ્વરુપ સજાવાયા, દેવગદાધરના હાથમાં ધનુષ શોભાવ્યું, જુઓ
શુભમન ગિલ બન્યો ભારતીય ક્રિકેટર ઓફ ધ યર, BCCI કરશે સન્માન, રવિ શાસ્ત્રીને પણ મળશે વિશેષ એવોર્ડ