અહેવાલો અનુસાર, ટેસ્લાએ રાજસ્થાન સરકારના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી છે. રાજસ્થાન પણ એવા રાજ્યોની યાદીમાં આવી ગયું છે જેઓ પોતાના રાજ્યમાં ટેસ્લા પ્લાન્ટ સ્થાપવા માગે છે. ગુજરાતના, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુએ ટેસ્લા અધિકારીઓ સાથે પણ વાત કરી છે. જાણકારી અનુસાર, ટેસ્લા દેશમાં 3 બિલિયન ડોલર એટલે કે 25 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે. આ રોકાણ સાથે કંપની ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપશે અને તેમાં એન્ટ્રી લેવલની કારનું ઉત્પાદન કરશે. આ કારનું નામ મોડલ 2 હોવાનું કહેવાય છે અને તેની કિંમત 25 લાખ રૂપિયા હોઈ શકે છે.