Lok Sabha Elections : મતદાન માટેનો ઉત્સાહ યથાવત , ગુજરાતના આ મતદાન મથકમાં થયુ 100 ટકા મતદાન, જુઓ ફોટા

|

May 07, 2024 | 4:35 PM

આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ગુજરાતના જુદી - જુદી લોકસભા બેઠક પર ત્રણ વાગ્યા સુધી 47.03 % મતદાન થયુ છે. પરંતુ રાજ્યનું આ એકમાત્ર મતદાન છે જ્યાં 100 ટકા મતદાન થઈ ગયુ છે

1 / 5
લોકશાહીમાં એક મતનું પણ ખૂબ જ મહત્તવ છે. મતદાન કરવુ એ દરેક નાગરીકનો અધિકાર છે. ત્યારે ગુજરાતમાં આજે એક મતદાન મથક પર 100 ટકા મતદાન થયુ છે.

2 / 5
ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠકમાં આવેલું અનોખું મતદાન મથક બાણેજમાં સો ટકા મતદાન થયું છે.આ મતદાન મથક પર દરેક ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય છે.

3 / 5
ગીર જંગલ મધ્યે ચૂંટણી પંચ દ્વારા આ બુથ તૈયાર કરવામાં આવે છે.અહીં માત્ર એક મત માટે જ મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. આ મતદાન મથક મતદાનની પૂર્વ સંધ્યાએ તૈયાર કરવામાં આવે છે.

4 / 5
આ મતદાન મથકમાં સવારથી સાંજ સુધી આ બૂથ પર ફરજ બજાવતા 15 કર્મચારીઓ હાજર રહે છે.ગીર સોમનાથના જિલ્લા કલેકટર તંત્ર દ્વારા બાણેજ મંદિર નજીક ફોરેસ્ટ કવાટરમાં આ પોલિંગ બુથ તૈયાર કરવામાં આવે છે.

5 / 5
બાણેજ બુથમાં મહંત હરીદાસજીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરતા જ અહીં સો ટકા મતદાન થયું છે. હરીદાસજીએ જણાવ્યુ કે 'લોકશાહીને જીવંત રાખીને મારા માટે ખાસ વ્યવસ્થા કરવા બદલ હું ચૂંટણી પંચનો આભારી છુ. ( યોગેશ જોષી, ગીર સોમનાથ )

Next Photo Gallery