જહાજમાં ડ્રગ્સ, 14 પાકિસ્તાની, જાણો કોસ્ટગાર્ડ, NCB અને ATS એ કઈ રીતે પાર પાડ્યું દિલધડક ઓપરેશન

|

Apr 28, 2024 | 9:07 PM

ગુજરાતના દરિયા કાંઠે થી ફરી એકવાર કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઓની ધરપકડ કરવામાં આવી છે, કેન્દ્રીય ગુપ્તચર એજન્સીની ચોક્કસ બાતમી અને સર્વેલન્સ સ્ટ્રેટેજીના આધારે કોસ્ટ ગાર્ડ, NCB અને ગુજરાત ATS દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, રૂપિયા 602 કરોડની કિંમતનો 86 કિલો હેરોઇનનો જથ્થો પાકિસ્તાન થી શ્રીલંકા લઈને જઈ રહેલ પાકિસ્તાની જહાજ અલ રઝાને રોકવા સમુદ્ર મધ્યે હાથ ધરાયેલ ઓપરેશન દરમ્યાન કોસ્ટગાર્ડ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા જહાજના માસ્ટરને ઇજા પહોંચી હતી.

1 / 5
ભારતીય સમુદ્ર સીમા થી 180 નોટીકલ માઈલ દૂર ઇન્ડિયન કોસ્ટગાર્ડના જહાજ રાજરત્ન,અન્ય એક નાની ભારતીય બોટ અને પાકિસ્તાની બોટ અલરઝા વચ્ચે તરીખ 25 અને 26 એપ્રિલની વહેલી સવારે દિલધડક પકડ દાવ ખેલાયો, કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓને મળેલ ઇનપુટ્સના આધારે કોસ્ટગાર્ડ, NCB અને ગુજરાત ATS દ્વારા એક દિલધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કોસ્ટ ગાર્ડ દ્વારા "અલ રઝા" જહાજને થોભી જવા સંકેત આપવામાં આવ્યો પરંતુ "અલ રઝા" જહાજ નહિ રોકાતા કોસ્ટગાર્ડ અને ATSની ટીમે નાની બોટમાં ઉતરી "અલ રઝા" ને ઘેરવાનો પ્રયાસ કર્યો.

2 / 5
કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓને પાકિસ્તાની જહાજમાં ડ્રગ્સ આવી રહ્યું હોવાના ચોક્કસ ઇનપુટ્સ હતા પરંતુ ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પત્રકારોને આ ઓપરેશન અંગે માહિતી આપતા દાવો કરવામાં આવ્યો કે ATS ના એસપી કે કે પટેલને બાતમી મળી અને આ ઓપરેશનનો તખ્તો હાથ ધરાયો. અલ રઝાને ઘેરી લઈ કોસ્ટ ગાર્ડ દ્વારા ફાયરિંગ કરવામાં આવતાજ પાકિસ્તાની જહાજ "અલ રઝા"માંથી ડ્રગ્સના પેકેટ ભરેલી બેગો દરિયામાં ફેંકવાની શરૂઆત કરવામાં આવી, જોકે ત્યાર સુધી એજન્સીઓના માણસોએ જહાજને ઘેરી રોકવામાં સફળતા મેળવી લીધી.

3 / 5
સુરક્ષા એજન્સીઓ દ્વારા "અલ રઝા" જહાજમાં સર્ચ કરવામાં આવતા તેમાં હેરોઇનના 78 પેકેટ્સ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 86 કિલો અને આંતરરાષ્ટ્રીય કિંમત 602 કરોડ થવા જાય છે, ડ્રગ્સનો આ જથ્થો હાજી અસલમ નામના ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા દ્વારા પાકિસ્તાન થી શ્રીલંકા મોકલવામાં આવી રહ્યો હતો, પાકિસ્તાની બોટ દ્વારા "અલી" કોલ સાઈન સાથે ભારતીય વહાણ ને "હૈદર" કોલ સાઈન સાથે તામિલનાડુમાં ડિલિવરી કરવાની હતી, અને તામિલનાડુ થી ડ્રગ્સનો આ જથ્થો શ્રીલંકા પહોંચાડવાનો હતો. તેવું ડીજીપી વિકાસ સહાયે મીડિયા બ્રિફિંગ દરમ્યાન જણાવ્યું.

4 / 5
ડ્રગ્સ ભરેલ જહાજને રોકવા કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં પાકિસ્તાની બોટના માસ્ટર નાસીર હુસેનને હાથના ભાગે ઇજાઓ પહોંચતા કોસ્ટગાર્ડ ની મેડિકલ દ્વારા પ્રથમ સારવાર આપવામાં આવી હતી, ત્યાર બાદ અન્ય એક બોટ દ્વારા જામનગર જીજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો. ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી અસલમ દ્વારા મોકલવામાં આવ્યો હતો, ભૂતકાળમાં પણ હાજી અસલમ દ્વારા આ રીતેજ કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ભારતની સમુદ્ર સીમા દ્વારા અન્ય દેશોમાં મોકલવામાં આવતો હતો જેને સુરક્ષા એજન્સીઓ દ્વારા ઝડપવામાં આવ્યો છે, ફરી એકવાર હાજી અસલમનું નામ આવ્યું છે, જોકે રાજ્ય પોલીસ કહી રહી છે કે તેઓના ધ્યાનમાં નથી કે આ અગાઉ હાજી અસલમનું નામ કોઈ ડ્રગ્સ હેરાફેરીમાં આવ્યું હોય.

5 / 5
છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન દેશ અને રાજ્યની સુરક્ષા એજન્સીઓના સંકલનમાં ગુજરાતની સમુદ્ર સીમામાંથી અત્યાર સુધી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઇ ચૂક્યું છે. ડ્રગ્સનો જથ્થો અન્ય દેશોમાં મોકલવા માટે પણ ગુજરાતની સમુદ્ર સીમાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓની બાજ નજર હોવા છતાં ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના સમુદ્ર નોજ ઉપયોગ કરવાની આટલી બધી હિંમત કેમ ધરાવે છે તે પ્રશ્ન નો જવાબ તો પાકિસ્તાનમાં બેઠેલ હાજી અસલમ ભારતીય સુરક્ષા એજન્સીઓ ના હાથે પકડાશે ત્યારેજ મળી શકશે

Published On - 9:01 pm, Sun, 28 April 24

Next Photo Gallery