Meera Kansagara |
Jan 29, 2024 | 9:06 AM
સ્કૈલ્પ ઉપરની ચામડી પર થયેલો ખોડો ઝડપથી દૂર થતો નથી. માથા પર બરફની જેમ ડેન્ડ્રફ દેખાય છે એટલું જ નહીં, તે ક્યારેક ખભા પર પણ પડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ બીજાની સામે શરમનો શિકાર બનવું પડે છે. પરંતુ ડેન્ડ્રફ દૂર કરવું એ બહુ મુશ્કેલ કામ નથી. જો કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તો ડેન્ડ્રફ ઓછો થવા લાગે છે
નાળિયેર તેલ અને લીંબુ : નારિયેળ તેલ અને લીંબુ મિક્સ કરીને માથા પર લગાવી શકાય છે. આ મિશ્રણથી માથામાંથી ડેન્ડ્રફ દૂર કરી શકાય છે. આ મિશ્રણને એકસાથે મિક્સ કરો અને માથાની ચામડી પર લગાવ્યા પછી તેને તમારી આંગળીઓથી ધીમે-ધીમે ઘસવું. આ મિશ્રણને અડધો કલાક રાખ્યા બાદ શેમ્પૂથી માથું ધોઈ લો. ડેન્ડ્રફ ઓછો થતો દેખાશે.
દહીં અને મેથી : ડેન્ડ્રફ દૂર કરવા માટે તમે વાળમાં સાદું દહીં લગાવી શકો છો, પરંતુ તેને મેથી ભેળવીને લગાવવાથી ડેન્ડ્રફ ઝડપથી દૂર થાય છે. મેથીમાં નિકોટિનિક એસિડ અને પ્રોટીન હોય છે જે ડેન્ડ્રફને ઘટાડવામાં અસરકારક છે. જ્યારે દહીંમાં રહેલા એન્ઝાઇમ્સ તેને ડેન્ડ્રફ માટે રામબાણ ઈલાજ બનાવે છે. 2 ચમચી મેથીના દાણાને પલાળીને પીસી લો. આ પેસ્ટને એક કપ દહીંમાં મિક્સ કરીને વાળમાં લગાવો. તેને 35 થી 45 મિનિટ સુધી રાખ્યા બાદ માથું ધોઈ લો અને સાફ કરી લો. માથામાંથી ડેન્ડ્રફ દૂર થઈ જશે.
એલોવેરા અને લીમડો : એલોવેરા અને લીમડાને એકસાથે મિક્સ કરીને જે એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. આને માથા પર લગાવવાથી ડેન્ડ્રફ દૂર થાય છે. આનો ઉપયોગ કરવા માટે લીમડાના 10 પાન લો અને તેમાં 2 ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. આ પેસ્ટને અડધા કલાક સુધી માથા પર લગાવો અને પછી ધોઈ લો. ડેન્ડ્રફની સમસ્યામાંથી છુટકારો મળશે.
માથાની ચામડીને હાઇડ્રેટેડ રાખવી જોઈએ. આ માટે અઠવાડિયામાં એકવાર મોઇશ્ચરાઇઝિંગ હેર માસ્ક લગાવવું જોઈએ. તેમજ તમારા વાળને ઠંડા અને સૂકા પવનથી બચાવવા જોઈએ જે શિયાળાની ઋતુમાં તમારા વાળને નુકસાન પહોંચાડે છે. તમારો આહાર પણ સારો રાખવો એટલે કે બેલેન્સ કરવું જોઈએ. સંતુલિત આહાર લો જેમાં વિટામિન અને મિનરલ્સ બંને સારી માત્રામાં હોય. (નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)