Kullu Manali : ઉનાળાના ધોમધખતા તાપથી મેળવો છુટકારો, કુલુ-મનાલી ફરવા માટે આ ટ્રેનમાં કરો મુસાફરી

|

May 06, 2024 | 1:10 PM

kullu manali : ઉનાળામાં ગુજરાતમાં ખૂબ જ તડકો પડે છે. અત્યારે સામાન્ય રીતે બાળકોને સ્કૂલોમાં પણ વેકેશન પડી ગયું હોય છે. તો ઘણી વખત તાપથી બચવા માટે અને ફરવા માટે લોકો દરિયાકિનારે અને સ્વીમિંગ પુલમાં જતા હોય છે. તમારે બીજા રાજ્યનો અનુભવ કરવો હોય તો બાળકોને લઈને કૂલુ-મનાલી જવા માટેની ટ્રીપ ગોઠવી શકાય.

1 / 5
SBIB DLPC EXP ટ્રેન નંબર 19411 એ સાબરમતીથી ઉપડતી અને ઠંડો વિસ્તાર હિમાચલ પ્રદેશ જતી ટ્રેન છે. આ ટ્રેન અઠવાડિયાના દરેક વારે ચાલે છે. જો વેઈટિંગ લિસ્ટમાં સીટો ન હોય તો તમે ગમે તે તારીખે બુકિંગ કરી શકો છો.

2 / 5
ટ્રેન નંબર 19411 એ સાબરમતીથી દૌલતપુર ચોક જતી ટ્રેન છે. જે રસ્તામાં વચ્ચે 40થી વધારે સ્ટોપેજ લે છે. આ ટ્રેન સાબરમતીથી સવારે 9:45 વાગ્યે ઉપડે છે અને બીજે દિવસે 12 વાગ્યે દૌલતપુર ચોક પહોંચાડે છે. એટલે આ ટ્રેન સાબરમતીથી દૌલતપુર ચોક સુધી પહોંચવા માટે અંદાજે 26 કલાકનો સમય લે છે.

3 / 5
સાબરમતીથી ઉપડતી આ ટ્રેનમાં ગુજરાતના સાબરમતી, કલોલ, મહેસાણા, ઉંઝા, પાલનપુર જેવા સીટીઓને કવર કરે છે. તેમજ અજમેર, જયપુર, રાજગઢ, રોહતક, અંબાલા કેન્ટ જેવા મોટા શહેરો માંથી પસાર થાય છે.

4 / 5
આ ટ્રેન આખા રુટ દરમિયાન લગભગ 1400 કિમીનું અંતર કાપે છે. તેનું સ્લીપર કોચનું ભાડું લગભગ 600 છે અને જનરલ ભાડું અંદાજે 320 રુપિયા છે. આ ભાડામાં સમય સાથે ફેરફાર થઈ શકે છે.

5 / 5
ફુલ ફેમિલી સાથે મનાલી ફરવા માટે આ બેસ્ટ ટ્રેન છે. મનાલીમાં કોઈ રેલવે સ્ટેશન નથી. દૌલતપુર ચોકથી મનાલી પહોંચવા માટે બસમાં જવું પડે છે. જે 10 કલાકથી વધારે સમય લે છે અથવા બીજો ઓપ્શન પઠાણકોટ છે, જ્યાંથી 8 થી 9 કલાકમાં તમે મનાલી પહોંચી શકો છો.

Next Photo Gallery