આ પ્રવાસ માટે બે કેટેગરીઓ નક્કી કરવામાં આવી છે. જેમાં સ્ટાન્ડર્ડ ક્લાસ - માટે રૂપિયા 28,020, ડીલક્સ ક્લાસ - માટે રૂપિયા 35,340 કિંમત નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં IRCTC દ્વારા LTC સુવિધા પણ આપવામાં આવી રહી છે. 22 May 2024ના રોજ ચાલનારી આ ટ્રેનમાં મુસાફરો પુણે, લોનાવાલા, કલ્યાણ, વસઈ, સુરત, વડોદરા, રતલામ, ઉજ્જૈન, સંત હીરદારમ નગરથી બેસી શકશે.