17 દિવસની યાત્રા દરમિયાન જોશીમઠ, ઋષિકેશ, કાચીપુરમ, રામેશ્વરમ, પુણે, દ્વારકાધીશ, વારાણસી, નાસિકની ડીલક્સ કેટેગરીની હોટલોમાં એકથી બે રાત્રિ રોકાણ અને જ્યોતિર્લિંગ મંદિરોની મુલાકાત લેવામાં આવશે. સુપર લક્ઝરી ટ્રેનના AC-1નું ભાડું 1,55,740થી 1,80,440 લાખ રૂપિયા, AC-2નું ભાડું 1,44,325થી 1,67,725 લાખ રૂપિયા અને AC-3નું ભાડું 83,970થી 95,520 રૂપિયા હશે. ટ્રેનના દરેક કોચમાં સુરક્ષા ગાર્ડ હાજર રહેશે. તમામ કોચમાં ઈલેક્ટ્રોનિક લોકર અને CCTVની સુવિધા હશે.