રામસેતુ, રામમંદિર અને રામને કાલ્પનિક ગણાવનાર કોંગ્રેસે લીધો ચોંકાવનારો નિર્ણય
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ યોજાવાનો છે ત્યારે કોંગ્રેસે કહ્યું છે કે આ આરએસએસ અને ભાજપનો કાર્યક્રમ છે. ભૂતકાળમાં ભગવાન રામને કાલ્પનિક ગણાવનાર કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કર્યો છે.
1 / 5
કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે તેઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભાગ નહીં લે. સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. લોકસભામાં કોંગ્રેસ સાંસદ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. કોંગ્રેસે કહ્યું છે કે આ આરએસએસ અને ભાજપનો કાર્યક્રમ છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસમાં પણ બે મત જોવા મળી રહ્યા છે.
2 / 5
ભાજપના ધારાસભ્ય ગોપાલ શર્માએ કહ્યું કે સ્વાભાવિક છે કે કોંગ્રેસ હંમેશા રામના અસ્તિત્વને નકારતી રહી છે. ધારાસભ્યએ ઉલ્લેખ કર્યો કે પશ્ચિમ બંગાળના પૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રી સિદ્ધાર્થ રાયે પણ બાબરી મસ્જિદ સમિતિ વતી કેસ લડ્યો હતો. તેથી તેમની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવો તેના માટે નૈતિકતા નથી. અમથા પણ ભગવાન રામના નામ પર રાક્ષસો ભાગી જાય છે.
3 / 5
શક્તિસિંહ ગોહિલ રામમંદિર આમંત્રણને લઈ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કોંગ્રેસ પક્ષના નિવેદનને જોયા કે સમજ્યા વગર અને કેટલાક જાણી જોઈને રામ મંદિરના આમંત્રણ અંગે જૂઠાણું ચલાવે છે. દેશના કરોડો લોકોની ભગવાન શ્રી રામની આસ્થાની સાથે કોંગ્રેસ પક્ષ છે.રામ મંદિર ને રાજકીય મુદ્દો બનાવી જે મંદિરનું કામ હજુ પૂર્ણ થયું નથી તેનું માત્ર ચૂંટણી આવતી હોય પ્રતિષ્ઠા ખોટા સમયે થઈ રહી છે. મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નાથી ત્યારે કોઇ રાજકીય ફાયદા માટે બીજેપી કાર્યક્રમ આપે છે તેનો હિસ્સો ના થઈ શકાય. પુરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરના દર્શન કરીશું .
4 / 5
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ના થવાને લઇ કોંગ્રેસમાં બે મત સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાના બે મત સામે આવ્યા છે. શક્તિસિંહ ગોહિલે રામ મંદિર પૂર્ણ ના થયું હોવાથી ના જવાના નિર્ણયને આવકાર્યો છે. અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી રાષ્ટ્રીય કોંગ્રેસને સલાહ આપી છે. મોઢવાડિયાએ કહ્યું કોંગ્રેસે આવા રાજકીય નિર્ણય લેવાથી દૂર રહેવું જોઈએ. વધુમાં કહ્યું ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે, દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે.
5 / 5
આપને જણાવી દઈએ કે કોંગસે ભૂતકાળમાં ભગવાન રામને કાલ્પનિક ગણાવ્યા હતા અને રામસેતુના મુદ્દે પણ સોંગદનામું દાખલ કરેલુ. ત્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણને કોંગ્રેસે ફગાવી દીધું છે.
Published On - 9:54 pm, Wed, 10 January 24