હવે સુપરફાસ્ટ ઇન્ટરનેટ મળશે સસ્તામાં, TATA અને BSNLનો આ છે માસ્ટર પ્લાન

|

May 10, 2024 | 10:36 AM

BSNL દ્વારા 4G નેટવર્ક લોન્ચ કરવામાં આવી રહ્યું છે અને આ માટે કંપનીએ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) સાથે હાથ મિલાવ્યા છે. જો કે આનો લાભ લેવા માટે યુઝર્સે સિમ કાર્ડમાં ફેરફાર કરવા પડશે.

1 / 5
Jio, Airtel અને Vodafone-Idea પછી BSNL 4G માર્કેટમાં પ્રવેશી છે. BSNL દ્વારા ઓગસ્ટમાં 'મેડ ઇન ઇન્ડિયા' 4G સેવા શરૂ કરવામાં આવી રહી છે. કંપની દ્વારા 4G સેવાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને દાવો કરવામાં આવ્યો છે કે આ પછી 40 થી 45 Mbpsની સ્પીડ મળશે. 700 MHz અને 2100 MHz સ્પેક્ટ્રમ બેન્ડ પર પરીક્ષણ કરવામાં આવ્યું છે.

2 / 5
રિપોર્ટ અનુસાર, BSNLએ પંજાબમાં તેની સેવા શરૂ કરવા માટે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને ટેલિકોમ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન C-Dot સાથે પણ સહયોગ કર્યો છે. BSNLના પાયલોટ પ્રોજેક્ટ સાથે, 4G નેટવર્કમાં 8 લાખ નવા વપરાશકર્તાઓ ઉમેરાયા છે.

3 / 5
BSNLના વરિષ્ઠ અધિકારી કહે છે, 'C-DOT દ્વારા બનાવેલા 4G કોર સાથે પંજાબમાં પ્રવેશ કરવામાં આવશે. તે ગયા વર્ષે જુલાઈમાં જ બનાવવામાં આવ્યું હતું અને તેનું પરીક્ષણ ચાલી રહ્યું હતું.

4 / 5
BSNL ને 4G નેટવર્ક માટે TCS, Tejas Network અને ITI તરફથી સપોર્ટ મળ્યો છે. આ પછી આ નેટવર્ક 5Gમાં કન્વર્ટ થઈ જશે. તેજસ નેટવર્કે આ અંગે જણાવ્યું કે બીએસએનએલનું નેટવર્ક ઘણા વિસ્તારોમાં લગાવવામાં આવ્યું છે. જ્યારે C-DOT હજુ BSNL નેટવર્ક પર ઉપલબ્ધ નથી. સમગ્ર દેશમાં સુપરફાસ્ટ ઈન્ટરનેટ આપવા માટે BSNLએ પણ નવો પ્લાન બનાવ્યો છે.

5 / 5
BSNL 4G અને 5G સેવાઓ માટે દેશભરમાં 1.12 લાખ ટાવર લગાવશે. કંપની દેશભરમાં 4G સેવાના 9 હજાર ટાવર લગાવી ચૂકી છે. જેમાં પંજાબ, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ યુપી અને હરિયાણાના સર્કલમાં 6 હજારથી વધુ ટાવર લગાવવામાં આવ્યા છે. જૂના સિમ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોને નવા નેટવર્કનો લાભ નહીં મળે. આ માટે કંપની દ્વારા સિમ કાર્ડમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જો કે, BSNL છેલ્લા કેટલાક વર્ષોથી 4G સેવાને સપોર્ટ કરતા સિમ પ્રદાન કરી રહ્યું છે.

Published On - 7:31 am, Fri, 10 May 24

Next Photo Gallery