સોમનાથમાં ચોપાટી ગ્રાઉન્ડ પર કરાયુ વૈદિક હોલિકા દહન, ગાયનુ છાણ, સમીધ કાષ્ટ, સાત પ્રકારના અનાજ, કપુર સહિતની ઔષધિનો કરાયો ઉપયોગ- જુઓ તસવીરો
સોમનાથમાં આજે હોળી પર્વ નિમીત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યુ. આ હોલિકા દહનમાં ગાયનું છાણ, ગીર ગાયનું ઘી, સમીધ કાષ્ટ, સાત પ્રકારના અનાજ, કપૂર અને ઔષધિઓનો ઉપયોગ કરવામા આવ્યો હતો.
1 / 9
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહનનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.
2 / 9
વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ રૂપે પર્યાવરણ ને કેન્દ્રમાં રાખીને ટ્રસ્ટ દ્વારા હોલિકા દહનમાં પરંપરાગત અને વૈદિક સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
3 / 9
ટ્રસ્ટ દ્વારા પર્યાવરણને લાભ કરતું અને દર્શનાાર્થીઓના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક દ્રષ્ટિએ ઉત્તમ એ પ્રકારનું વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યુ હતુ.
4 / 9
સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ વિધિવત પૂજન કરીને હોલિકા પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
5 / 9
આ તકે સોમનાથ ટ્રસ્ટ પરિવાર, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો, સ્થાનિક તીર્થ પુરોહિતો, સોમનાથ દર્શને આવનાર ભક્તો જોડાયા હતા.
6 / 9
આ વૈદિક હોલિકા દહનમાં સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાની ગૌમાતાના સુકેલા છાણ, ગીર ગાયનું ઘી, સમિધ કાષ્ઠ, સાત પ્રકારના અનાજ, કપૂર અને વિવિધ પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
7 / 9
શાસ્ત્રોકત દૃષ્ટિએ તેમજ આયુર્વેદ અનુસાર ઉપરોક્ત સામગ્રીઓનું દહન પર્યાવરણને શુદ્ધ કરવાની સાથે સાથે વાત, પિત્ત અને કફના દોષોને પણ દૂર કરે છે.
8 / 9
આ પવિત્ર દ્રવ્યોથી હોલિકા દહન કરીને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
9 / 9
આ પ્રસંગે સૌએ મળીને હોલિકમાં પ્રજ્વલિત અગ્નિ દેવતાને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમના માધ્યમથી વૈદિક હોલિકા પદ્ધતિને અને વૈદિક સંસ્કૃતિને આધુનિક પેઢી સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. Input Credit- Yogesh Joshi- Gir Somnath