IPL 2024 RCB Vs DC : ફાફ ડુ પ્લેસિસની કેપ્ટન્સીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં મોટો ધમાકો કર્યો છે. રવિવાર (12 મે) ના રોજ રમાયેલી મેચમાં, તેણે દિલ્હી કેપિટલ્સ (DC) ને 47 રનથી હરાવ્યું અને પોઈન્ટ ટેબલમાં પણ લાંબી છલાંગ લગાવી છે.
બેંગલુરુના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં RCBની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 188 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં દિલ્હી કેપિટલ્સ 19.1 ઓવરમાં માત્ર 140 રન બનાવી શકી અને મેચ હારી ગઈ.
રિષભ પંત એક મેચના પ્રતિબંધને કારણે આ મેચમાં રમ્યો ન હતો. આ સ્થિતિમાં, પંતની જગ્યાએ અક્ષર પટેલે કેપ્ટન્સી સંભાળી અને ટીમ માટે 39 બોલમાં સૌથી વધુ 57 રનની ઇનિંગ રમી. જોકે તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.
તેમના સિવાય શાઈ હોપે 29 રન અને જેક ફ્રેઝર-મેકગર્કે 21 રન બનાવ્યા હતા. બીજી તરફ આરસીબીના બોલરોએ મળીને સારુ પ્રદર્શન કર્યુ. યશ દયાલે 3 અને લોકી ફર્ગ્યુસને 2 વિકેટ લીધી હતી. જ્યારે સ્વપ્નિલ સિંહ, મોહમ્મદ સિરાજ અને કેમરન ગ્રીને 1-1 વિકેટ લીધી હતી.
Wrapped up in style ⚡️
High fives all around as #RCB make it FIVE ️ in a row
A comfortable 4️⃣7️⃣-run win at home
Scorecard ▶️ https://t.co/AFDOfgLefa#TATAIPL | #RCBvDC pic.twitter.com/qhCm0AwUIE
— IndianPremierLeague (@IPL) May 12, 2024
આ મેચ દિલ્હી અને બેંગલુરુ બંને માટે કરો યા મરોની સ્થિતિ સમાન હતી. જેમાં RCBએ બાજી મારી. આ સાથેજ બેંગલુરુની ટીમે હવે 13 મેચમાં 6 માં જીત મેળવી છે. તેમજ તે 12 પોઈન્ટ સાથે 7મા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે દિલ્હીએ પણ 13માંથી 6 જ મેચ જીતી છે.
આ સાથે, દિલ્હી કેપિટલ્સ હવે પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાનેથી છઠ્ઠા સ્થાને આવી ગઈ છે. હવે ગ્રુપ સ્ટેજમાં બંને ટીમોની 1-1 મેચ બાકી છે. જો તેઓ પ્લેઓફ માટે પોતાનો દાવો મજબૂત કરવા માંગે છે, તો બંને ટીમોએ છેલ્લી મેચ મોટા અંતરથી જીતવી પડશે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુની ટીમે 9 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. IPLમાં કોહલીની આ 250મી મેચ હતી, જેમાં તે 13 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ રજત પાટીદારે ધમાલ કરી. તેમણે 29 બોલમાં ફિફ્ટી ફટકકારી. પાટીદારે 32 બોલમાં 52 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
જ્યારે વિલ જેક્સે 29 બોલમાં 41 રન બનાવ્યા હતા. પાટીદાર અને જેક્સ વચ્ચે 53 બોલમાં 88 રનની ભાગીદારી થઈ હતી. અંતમાં કેમેરોન ગ્રીને 24 બોલમાં 32 રન બનાવ્યા હતા. બીજી તરફ દિલ્હી તરફથી ખલીલ અહેમદ અને રસિક સલામે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે ઈશાંત શર્મા, મુકેશ કુમાર અને કુલદીપ યાદવને 1-1 સફળતા મળી હતી.
આ પણ વાંચો: IPL 2024: CSK vs RR ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી કચડ્યુ, પ્લેઓફની નજીક પહોંચી CSK