Air Cooler Water Change Time : ઉનાળા દરમિયાન કુલરનો ઉપયોગ શહેરો અને ગામડાઓ બંનેમાં થાય છે. કુલર ઠંડી હવા અને પાણીના છાંટા સાથે લોકોને ગરમીથી રાહત આપે છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે કુલરનું પાણી ક્યારે બદલવું જોઈએ. જો કૂલરમાં લાંબો સમય પાણી રહે તો તેમાં મેલેરિયા ફેલાવતા મચ્છરો ઉત્પત્તિ પામે છે, જે બીમારીનું કારણ બને છે.
જો તમારા ઘર અથવા ઓફિસમાં કુલરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તો તમારે તેને સાફ કરવાની તૈયારી કરવી જોઈએ. આ માટે સૌથી પહેલા તમારે જાણવું જોઈએ કે કુલરમાં રહેલા પાણીને કેટલા દિવસ પછી સાફ કરવું જોઈએ.
આપણે કૂલરમાં હંમેશા ચોખ્ખું પાણી ભરીએ છીએ, પરંતુ જેમ-જેમ તેનો ઉપયોગ થતો જાય છે તેમ તેમ આ પાણી એટલું ગંદુ થઈ જાય છે કે તેમાં મેલેરિયા અને ચિકનગુનિયા ફેલાવતા મચ્છરો ઉત્પન્ન થવા લાગે છે. બાદમાં આ મચ્છરો ઘરના તમામ સભ્યોને મેલેરિયા અને ચિકનગુનિયા જેવી બીમારીઓ કરે છે. જો તમે તમારા પરિવારના સભ્યોને બીમાર કરવા નથી માંગતા, તો સમયસર કૂલરના પાણીને સાફ કરવાનું શરૂ કરો.
જો તમે કૂલરમાં પાણીનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેને અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર સાફ કરવું જોઈએ. તેમજ જરૂર જણાય તો સમયાંતરે કૂલરની ટાંકીમાં કેરોસીન પણ ઉમેરવું જોઈએ. કેરોસીન મચ્છરોના પ્રજનનને અટકાવે છે.
જો તમે વિચારી રહ્યા છો કે માત્ર કૂલરની ટાંકીમાં પાણી બદલવાથી મલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરોથી બચી શકાશે, તો તમે ખોટું વિચારી રહ્યા છો. કૂલરમાં પાણી બદલવાની સાથે તમારે કૂલરના પેડને પણ સાફ કરવા જોઈએ. આ સિવાય કૂલરને પણ સમયાંતરે પેડ ખોલીને સૂર્યપ્રકાશમાં રાખવા જોઈએ.