આપણી આસપાસ ઘણા ધર્મના લોકો રહેતા હોય છે. જેના અલગ-અલગ ગુરુઓ હોય છે. જે લોકોને જે પણ ભગવાનમાં ભક્તિ ભાવ જાગે તે ભગવાનના ધ્યાનમાં લીન રહેતા હોય છે. ઘણી વાર તો લોકો પોતાનો કામકાજ છોડીને એટલે કે કરિયર કે બિઝનેસ છોડીને સાધુ કે સાધ્વી બની જાય છે. સંસારનો મોહ ત્યાગી દે છે. કોઈ પણ ધર્મ હોય જ્યારે પ્રભુમાં મન જોડાઈ જાય છે ત્યારે માણસ પોતે સંસાર છોડીને સાદુ જીવન જીવવા લાગે છે.
અહીં આપણે વાત કરીએ એક સાધ્વીની. સ્પેનની એક મહિલા જેણે MBBSનો અભ્યાસ કર્યો છે. તે પોતે બતાવે છે તેના પિતા પણ ડોક્ટર છે અને તેનો ભાઈ પણ ડોક્ટર છે. આખું ફેમિલિ ડોક્ટર છે. તેમણે જણાવ્યું કે, પોતાની પાસે ખૂબ જ ફેસિલિટી હતી. ગાડી, મકાન, પરિવાર તેમજ ફ્રેન્ડ્સને ઘણુ બધું હતું. મારા મેરેજ પણ થવાના હતા. પણ હજી થયા નથી. મારા લગ્ન નક્કી થઈ ગયા હતા. પણ લગ્નના એક મહિના પહેલા મેં આ બધું છોડી દીધું હતું.
તેને પુછવામાં આવે છે કે તે કેમ સાધ્વી બની ગયા? તેના જવાબમાં તે કહે છે કે, હું વિચારતી હતી કે મારી પાસે બધું છે, પરંતુ ખૂબ જ જરુરી ચીજ નહોતી. હું જાણવા માંગુ છું કે હું કોણ છું. કાલે શું થશે? કેમ હું આ દુનિયામાં છું? બહું બધા પ્રશ્નો મારા મનમાં હતા. આ વિચારો સાથે આ યુવતી સ્પેન છોડીને ભારત આવી પહોંચી છે.