ધોનીના એક વાયરલ વીડિયોએ તેની બીજી સાઈડ છતી કરી છે – કેપ્ટન કૂલ શેરબજારમાં પણ નિપુણતા ધરાવે છે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ધોની બેંગલુરુમાં એક ઈવેન્ટમાં શેરબજાર પર પોતાનો અભિપ્રાય આપતો જોવા મળ્યો હતો.
વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે તે શેરબજારના નિષ્ણાતોની વચ્ચે બેઠો છે. એક સવાલના જવાબમાં ધોનીએ કટાક્ષ કર્યો, કહ્યું “આ લોકો ખુશ છે કે છેલ્લા બે દિવસમાં મારો પોર્ટફોલિયો 8% નીચે આવ્યો છે.” આ લોકો એક દિવસ કહે છે કે આજે 19300 પર નિફ્ટી માટે મજબૂત સપોર્ટ છે અને તે ઉપર જશે, પરંતુ બીજા દિવસે નિફ્ટી 18800 પર આવે છે. સ્ટોક માર્કેટ એડવાઈઝર પર ધોનીના ફની જવાબ પછી આખા રૂમમાં હાસ્ય ફેલાઈ ગયું.
Published On - 10:25 pm, Tue, 26 March 24