28 વર્ષની આ સુંદર મહિલાની મૃત્યુની તારીખ થઈ નક્કી, કારણ છે ચોંકાવનારું

|

Apr 04, 2024 | 9:37 PM

નેધરલેન્ડની રહેવાસી ઝોરિયા ટેર બીક આવી જ એક મહિલા છે, જેના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. તે આવતા મહિને મૃત્યુ પામશે અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે તેણે પોતે ઈચ્છામૃત્યુ માટે કહ્યું છે. તેને તેના જ ઘરમાં સોફા પર મારવામાં આવશે. આનું કારણ કદાચ તમને પણ નવાઈ લાગશે.

28 વર્ષની આ સુંદર મહિલાની મૃત્યુની તારીખ થઈ નક્કી, કારણ છે ચોંકાવનારું

Follow us on

દરેકને એક યા બીજા દિવસે મરવાનું જ છે. આ દુનિયામાં જે કોઈ જન્મે છે, પછી તે મનુષ્ય હોય કે કોઈપણ પ્રાણી કે પક્ષી, તેનું મૃત્યુ નિશ્ચિત છે. હા, એ અલગ વાત છે કે કેટલાક 100 વર્ષથી વધુ જીવે છે જ્યારે કેટલાક માત્ર 20-30 વર્ષની ઉંમરે આ દુનિયા છોડી દે છે.

તમે આત્મહત્યાના ઘણા કિસ્સાઓ સાંભળ્યા અને જોયા હશે, પરંતુ ઈચ્છામૃત્યુ સાથે જોડાયેલા કિસ્સાઓ ભાગ્યે જ સાંભળવા કે જોવા મળે છે. આ સાથે જોડાયેલી એક બાબત આજકાલ ખૂબ જ ચર્ચામાં છે, જેણે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ખરેખર, એક મહિલાએ સરકાર પાસે ઈચ્છામૃત્યુ માટે માંગણી કરી છે અને તે પણ માત્ર 28 વર્ષની ઉંમરે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

મહિલાનું નામ ઝોરાયા તેર બીક છે. તે નેધરલેન્ડની રહેવાસી છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે તે શારીરિક રીતે ફિટ અને સ્વસ્થ છે, તેની પાસે પૈસાની કોઈ કમી નથી અને તેનો એક બોયફ્રેન્ડ પણ છે, જે 40 વર્ષનો છે અને તે તેને ખૂબ જ પ્રેમ કરે છે, પરંતુ બધું હોવા છતાં તેણે ઈચ્છામૃત્યુની માંગ કરી છે. હવે તમે વિચારતા હશો કે આટલું બધું હોવા છતાં એવી કઈ મજબૂરી હતી કે તેને ઈચ્છામૃત્યુની માંગ કરવી પડી, તો ચાલો તમને જણાવીએ આનું કારણ.

ગંભીર માનસિક સમસ્યાઓથી પીડાય છે યુવતી

મીડિયા રિપોર્ટ અનુસાર, જોરાયા ગંભીર માનસિક સમસ્યાઓથી પીડિત છે. તે ઓટીઝમ, પર્સનાલિટી ડિસઓર્ડર અને ડિપ્રેશનથી પીડિત છે. તેણી તેના જીવનથી એટલી કંટાળી ગઈ છે કે તે તેને ગુડબાય કહેવા માંગે છે. આથી તેણે ઈચ્છામૃત્યુ માટે કહ્યું છે. જો કે, એવું નથી કે જોરાયાએ તેની ગંભીર સમસ્યાઓની સારવાર કરાવી નથી. તેણે ઘણી સારવાર કરાવી, પરંતુ ડોકટરોએ સ્પષ્ટ કહ્યું કે તેઓ તેની સમસ્યાનો ઈલાજ કરી શકતા નથી. આવી સ્થિતિમાં, જોરાયાએ નક્કી કર્યું કે તે આ માનસિક સમસ્યાઓ વધુ સમય સુધી સહન કરી શકશે નહીં.

સોફા પર મૃત્યુ આપવામાં આવશે

રિપોર્ટ્સ અનુસાર, આવતા મહિને એટલે કે મે મહિનામાં ઝોરાયાની તેની ઈચ્છા મુજબ તેના જ ઘરના સોફા પર તેને મોત અપવામાં આવશે. આ દરમિયાન તેનો બોયફ્રેન્ડ પણ તેની સાથે રહેશે. ઝોરાયાની છેલ્લી ઈચ્છા છે કે મૃત્યુ પછી તેના મૃતદેહને દફનાવવાને બદલે સળગાવી દેવામાં આવે.

Next Article