Kheda : સેવાલિયા ચેકપોસ્ટ પર હથિયાર સાથે 3 વ્યક્તિની ધરપકડ, જુઓ Video
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. 19 એપ્રિલથી પ્રથમ તબક્કાનું મતદાન શરુ થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ આચારસંહિતા પણ લાગુ પડી ગઇ છે. જો કે આચારસંહિતા ભંગ પણ જોવા મળી રહ્યુ છે. ખેડામાં ચૂંટણી પહેલા સેવાલિયા ચેકપોસ્ટ પર હથિયાર ઝડપાયા છે.

ખેડા જિલ્લાના સેવાલિયા ચેકપોસ્ટ પર ચેકિંગ ચાલી રહ્યુ હતુ. તે દરમિયાન મધ્યપ્રદેશથી જામનગર જતી બસમાં તપાસ કરવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન બસમાં 3 શખ્સો હથિયાર સાથે પકડાયા હતા. તેમની પાસેથી 2 દેશી પિસ્તોલ, એક તમંચો અને 9 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો-Ahmedabad: એક સપ્તાહમાં સ્વાઈન ફ્લૂના 60 કેસ નોંધાયા, પાણીજન્ય રોગચાળો પણ વકર્યો, જુઓ Video
પકડાયેલા ત્રણેય આરોપી આર્મ્સ એક્ટ, મર્ડર-લૂંટ અને પ્રોહિબિશનના રીઢા આરોપી હોવાની માહિતી સામે આવી છે. પોલીસે કુલ 4 શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.