ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી, JN.1ના નવા 36 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી, JN.1ના નવા 36 કેસ નોંધાયા

Kinjal Mishra
| Edited By: | Updated on: Dec 27, 2023 | 4:30 PM

અમદાવાદ શહેરમાં પણ કોરોનાના નવા 8 કેસ સામે આવ્યા છે. જેમાં 5 પુરૂષ અને 3 મહિલા દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ કેસ નવરંગપુરા, નારણપુરા, જોધપુર, થલતેજ, ગોતા, સરખેજમાં નોંધાયા છે. મથુરા, દુબઇ અને અમેરિકાથી આવેલા લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ની એન્ટ્રી થઈ ચૂકી છે. દેશમાં નવા વેરિઅન્ટ JN.1ના સૌથી વધુ કેસ ગુજરાતમાં છે. ગુજરાતમાં નવા વેરિઅન્ટ JN.1ના 36 કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા કોરોનાના આંકડા મુજબ દેશમાં 26 ડિસેમ્બર સુધીમાં નવા વેરિઅન્ટના 109 કેસ સામે આવ્યા છે.

અમદાવાદ શહેરમાં પણ કોરોનાના નવા 8 કેસ સામે આવ્યા છે. જેમાં 5 પુરૂષ અને 3 મહિલા દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ કેસ નવરંગપુરા, નારણપુરા, જોધપુર, થલતેજ, ગોતા, સરખેજમાં નોંધાયા છે. મથુરા, દુબઇ અને અમેરિકાથી આવેલા લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 42 પર પહોંચી છે. એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 41 દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે.

આ પણ વાંચો અમદાવાદમાં કોરોનાથી લાંબા સમય બાદ મોત, 82 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી થયું મોત

JN.1 વેરિઅન્ટના કર્ણાટકમાં 34 અને ગોવામાં 14 કેસ છે, તો મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6 અને રાજસ્થાન તેમજ તમિલનાડુમાં 4-4 કેસ નોંધાયા છે. આ ઉપરાંત તેલંગણામાં પણ નવા વેરિઅન્ટ JN.1ના 2 કેસ નોંધાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">