સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

| Updated on: Apr 28, 2024 | 8:15 PM

ઉનાળાની ગરમી વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નસરા બરાબર જામી છે. આવી જ રીતે તલોદના ખેરોલ ગામે જાનૈયાઓ જાન લઈને પહોંચ્યા હતા અને લગ્નનો માહોલ બરાબર જામ્યો હતો. આ દરમિયાન જ જાનૈયાઓની કારમાં આગ પ્રસરી હતી. આગ લાગવાને લઈ ટોળાએ કારને એક બાજુથી ઉંચી કરીને આડી કરી દીધી હતી.

લગ્નસરાની સિઝન બરાબર જામી છે. એક તરફ ગરમી પરેશાન કરી રહી છે આ દરમિયાન લગ્નની સિઝન પર બરાબર જામી છે. ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નસરાનો માહોલ પર જબરદસ્ત બન્યો છે. આ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલ ગામે આવેલા જાનૈયાઓની જાનની એક કારમાં આગ લાગી હતી.

આગ પ્રસરવાને લઈ અફરાતફરી મચી ગઈ હતી. જોકે બીજી તરફ જાનૈયાઓની કારમાં આગ લાગવાને લઈ લોકોના ટોળાએ કારમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે આગ કારના નિચેના ભાગે વધારે પ્રસરી હોવાને લઈ લોકોએ કારને એક બાજુથી ઉંચી કરીને પલટાવી દીધી હતી. આમ કારને પલટી દઈને કારમાં જ્યાં આગ લાગી હતી ત્યાં પાણી છાંટીને આગ કાબૂમાં લીધી હતી.

આ પણ વાંચો:  આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Apr 28, 2024 08:14 PM
g clip-path="url(#clip0_868_265)">