ડાંગ જિલ્લામાં જવતાળ ગામે ગોપાલક પર દીપડાએ  હુમલો કર્યો, ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો, જુઓ વીડિયો

ડાંગ જિલ્લામાં જવતાળ ગામે ગોપાલક પર દીપડાએ  હુમલો કર્યો, ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2024 | 9:55 AM

ડાંગ : ગુજરાતના ટ્રાયબલ બેલ્ટ પર દીપડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતના મોટા વનક્ષેત્ર પૈકીના ડાંગ જિલ્લામાં જવતાળ ગામે યુવક પર દીપડાએ  હુમલો કર્યો છે. વિક્રમ નામના યુવાન પર દીપડાએ હુમલો કરતા ઈજાગ્રસ્ત થયો હતો.

ડાંગ : ગુજરાતના ટ્રાયબલ બેલ્ટ પર દીપડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતના મોટા વનક્ષેત્ર પૈકીના ડાંગ જિલ્લામાં જવતાળ ગામે યુવક પર દીપડાએ  હુમલો કર્યો છે. વિક્રમ નામના યુવાન પર દીપડાએ હુમલો કરતા ઈજાગ્રસ્ત થયો હતો. લોહીલુહાણ હાલતમાં ઘાયલ યુવકને સારવાર માટે આહવા સિવિલ ખસેડાયો હતો.

ડાંગ જિલ્લામાં જવતાળ ગામના વિક્રમ પવાર ઉપર વહેલી સવારે દીપડાએ હુમલો કર્યો હતો. સવારે ગામ નજીક જંગલમાં ગાય શોધવા ગયેલા યુવાન પર હિંસક દીપડાએ હુમલો કર્યો હતો.

વિક્રમભાઈ પવાર ઉપર દીપડાએ હુમલો કરતા તેમને માથાના ભાગઈ ઈજાઓ પહોંચી હતી. દીપડાથી ભારે જહેમતે જીવ બચાવી વિક્રમભાઈ પરત ગામમાં આવતા લોકોએ 108 ને જાણ કરી હતી. વિક્રમભાઈ પવારને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">