ગુજરાત ATS અને NCBનું મોટું ઓપરેશન, રાજસ્થાન અને ગુજરાતમાં ઝડપી ડ્રગ્સની ફેક્ટરી, 25 કિલો ડ્રગ્સ મળ્યું- VIDEO
ગુજરાત ATS અને NCBએ આજે રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરીને રાજસ્થાનમાંથી ડ્રગ્સની બે ફેક્ટરી તેમજ ગુજરાતમાંથી 1 ફેકટરી ઝડપી પાડી છે. ગુજરાતના ગાંધીનગર પાસે પકડાઈ એક ફેક્ટરીમાંથી 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે. કાર્યવાહી દરમિયાન કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાતમાં ATS અને NCB એ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સ બનાવતી ત્રણ ફેકટરી ઝડપી લીધી છે આ ત્રણે ફેક્ટરી માંથી ગુજરાતના ગાંધીનગરથી ઝડપાયેલ ફેક્ટરીમાંથી 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે.
25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત
મળતી માહિતી મુજબ ગુજરાત ATS અને NCBએ આજે રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરીને રાજસ્થાનમાંથી ડ્રગ્સની બે ફેક્ટરી તેમજ ગુજરાતમાંથી 1 ફેકટરી ઝડપી પાડી છે. ગુજરાતના ગાંધીનગર પાસે પકડાઈ એક ફેક્ટરીમાંથી 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે. કાર્યવાહી દરમિયાન કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવાની કામગીરી
ગાંધીનગર પાસેથી ડ્રગ ફેક્ટરી ઝડપાઈ છે રાજસ્થાન અને ગુજરાતમાં જોઈન્ટ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતુ જેમાંથી રાજસ્થાન માંથી 2 અને ગુજરાતના ગાંધીનગર માંથી એક ફેક્ટરી ઝડપાઈ છે ગાંધીનગરમાંથી મળી આવેલી ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવાની કામગીરી ચાલી રહી હતી અને અહીં ફેક્ટરીમાંથી જ સપ્લાય કરવામાં આવી રહ્યું હતુ.
અગાઉ દહેગામમાંથી પણ મળી આવી હતી ફેક્ટરી
મળતી માહિતી મુજબ આથી થોડા દિવસ અગાઉ દહેગામમાંથી કેમિકલની આડમાં ધમધમી રહેલી ડ્રગ્સ ફેક્ટરીનો પણ પર્દાફાશ થયો છે. DRIની તપાસમાં ડ્રગ્સનું દહેગામ કનેક્શન સામે આવ્યું છે. તપાસ કરવા પહોંચેલા અધિકારીઓની આંખો ત્યારે ફાટી ગઇ જ્યારે ખુલાસો થયો કે મેઘશ્રી એગ્રી ફાર્મા કંપનીના આડમાં ઉત્પાદીત થયેલા ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.