પાટણમાં આતંક મચાવતા કપીરાજને આખરે ઝડપી લેવાયો, 8 લોકોને કરી હતી ઇજા
પાટણ શહેરમા આવેલા અંબાજી નેળીયા વિસ્તારમાં ત્રણ દિવસથી પરેશાન કરતા કપીરાજને ઝડપી લેવામાં આવતા રાહત સર્જાઇ છે. ત્રણ દિવસથી વન વિભાગ સહિતની ટીમો દ્વારા કપીરાજને પાંજરે પૂરવા માટે પ્રયાસ કરવામા આવ્યો હતો. આખરે કપીરાજ ઝડપાઇ જતા વિસ્તારના લોકોને મોટી રાહતનો અહેસાસ થયો છે.
પાટણમાં કપીરાજે સ્થાનિકોને પરેશાન કરી મૂક્યા હતા. કપીરાજે આઠેક જેટલા લોકોને ઇજાઓ કરી હતી. જેને લઈ અંબાજી નેળીયા વિસ્તારના લોકોએ કપીરાજને પાંજરે પૂરવા માટે માંગ કરી હતી. આ માટે સ્થાનિકોએ રજૂઆતો કરવાને પગલે પાંજરુ ગોઠવીને તેને પકડવા માટે પ્રયાસો શરુ કર્યા હતા. પરંતુ કપીરાજ તેમાં પુરાવો મુશ્કેલ બન્યો હતો.
આ પણ વાંચો: સાબરકાંઠાના હિંમતનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે ભાજપના મહત્વના આગેવાનો સાથે બેઠક યોજી
જેને લઈ આખરે વન વિભાગની ટીમ દ્વારા પાલનપુરથી ટેન્ક્યુલાઇઝર ગન મંગાવી હતી. જેના વડે કપીરાજને બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ ગાળીયા વડે પકડીને ઝડપી લેવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા કપીરાજને પકડીને બાલારામ જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો. કપીરાજ ઝડપાઈ જવાને લઈ સ્થાનિકોને મોટી રાહત સર્જાઇ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos