સુરતમાં 8 કરોડની લૂંટના કેસમાં નવો વળાંક : પૈસા ક્રિપ્ટો કરન્સીના હોવાની શંકા, જુઓ વીડિયો
સુરત : કતારગામમાં રૂપિયા 8 કરોડની લૂંટના કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. પહેલા 8 કરોડની લૂંટની રજુઆત અને બાદમાં કંપનીએ સત્તાવાર રીતે 1.4 કરોડની લૂંટની ફરિયાદ નોંધાવ્યા બાદ હવે મામલામાં વધુ એક વળાંક સામે આવ્યો છે.

ફરિયાદી લૂંટ બાદ સ્થનિક પોલીસ સ્ટેશનની જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચમાં ગયો હતો. આ સમગ્ર મામલામાં ફરિયાદી શંકાના દાયરામાં છે. હવે લૂંટની વારદાતના ત્રીજા વળાંકમાં લૂંટાયેલ રોકડ ક્રિપ્ટો કરન્સી માટેની હોવાના સંકેત મળી રહ્યા છે.
પોલીસ ફરિયાદ અનુસાર અજાણ્યા આરોપીએ નરેન્દ્ર દુધાત અને ડ્રાઇવર સહિત 4 લોકોનું અપહરણ કર્યું હતું. લૂંટારુ કાર લઇ ફરાર થઈ ગયો હતો. આકાર બાદમાં વેડ ડભોલી બ્રિજ પાસે બિનવારસી હાલતમાં મળી આવી હતી.
Published on: Feb 29, 2024 10:30 AM
Latest Videos