Surendranagar : પીવાના પાણીના પ્રશ્ન મુદ્દે સ્થાનિકો આકરા પાણીએ, હાઇવે પર કર્યો ચક્કાજામ, જુઓ Video

Surendranagar : પીવાના પાણીના પ્રશ્ન મુદ્દે સ્થાનિકો આકરા પાણીએ, હાઇવે પર કર્યો ચક્કાજામ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 29, 2024 | 10:32 AM

પીવાના પાણીની માગ સાથે છેલ્લા 2 વર્ષમાં 8 વખત હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો છતાં સમસ્યા યથાવત હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી આ વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે. સ્થાનિક લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા દિવસથી લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ સમસ્યાનો અંત ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે.રોષે ભરાયેલા લોકોએ સુરેન્દ્રનગર-રાજકોટ બાયપાસ હાઇવે ચક્કાજામ કર્યો હતો.

પીવાના પાણીના પ્રશ્નને લઈ સુરેન્દ્રનગર-રાજકોટ બાયપાસ હાઇવે સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યો હતો. ગણપતિ ફાટસર વિસ્તારના લોકો મધરાત્રીએ પાણી પ્રશ્નને લઈ રોડ પર ઉતરી ગયા હતા. નગરપાલિકા દ્વારા પીવાનું પાણી સમયસર વિતરણ કરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં રોષ પ્રસર્યો છે. જે પછી લોકોએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો. હાઇવે ચક્કાજામ કરવામાં આવતા હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી.

પીવાના પાણીની માગ સાથે છેલ્લા 2 વર્ષમાં 8 વખત હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો છતાં સમસ્યા યથાવત હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી આ વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે. સ્થાનિક લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">