બનાસકાંઠાઃ સુઇગામ-નડાબેટ હાઇવે પર ખુલ્લામાં મળી આવ્યો ફેંકી દેવાયેલ સરકારી દવાનો જથ્થો
સુઇગામ થી 2 કીમી દૂર સરકારી માલ ગોડાઉનની સામેની ખુલ્લી પડતર જમીનમાં સરકારી દવા ફેંકી દેવાઈ છે. રકારી દવાની તારીખ પૂર્ણ થતા ખુલ્લામાં જથ્થો ફેંકી દેવાયો હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યુ છે. ફેંકી દેવાયેલા દવાના જથ્થા પર 2023ના 12 મહિનામાં દવાની તારીખ પૂર્ણ થઈ હોવાનું જોવા મળી રહ્યું છે. અજાણતા કોઇ વ્યક્તિ ઉપયોગ કરે કે, પશુઓના આરોગવામાં આવેતો જીવ જોખમાય એવી ભીતિ સેવાઈ રહી છે.
બનાસકાંઠા જિલ્લાના સુઇગામ – નડાબેટ હાઇવે પર ખુલ્લામાંથી ફેંકી દેવાયલ સરકારી દવાનો જથ્થો મળી આવ્યો છે. સરકારી દવાની તારીખ પૂર્ણ થતા ખુલ્લામાં જથ્થો ફેંકી દેવાયો હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યુ છે. ફેંકી દેવાયેલા દવાના જથ્થા પર 2023ના 12 મહિનામાં દવાની તારીખ પૂર્ણ થઈ હોવાનું જોવા મળી રહ્યું છે. ખુલ્લામાં દવા ફેંકવાને લઈ અજાણતા કોઇ વ્યક્તિ ઉપયોગ કરે કે, પશુઓના આરોગવામાં આવેતો જીવ જોખમાય એવી ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો: રોહિત શર્માએ ધર્મશાળા ટેસ્ટ જીત્યા બાદ બતાવ્યું, ક્રિકેટમાંથી ક્યારે લઈ લેશે સંન્યાસ!
સુઇગામ થી 2 કીમી દૂર સરકારી માલ ગોડાઉનની સામેની ખુલ્લી પડતર જમીનમાં સરકારી દવા ફેંકી દેવાઈ છે. ખુલ્લામાં દવાના જથ્થાનો નિકાલ કરાતાં રહીશોમાં કચવાટ સર્જાયો છે. ગામે થી ખેતરોમાં જતા પશુઓ માટે ઘાતક પુરવાર થવાની શકયતા સાથે રોષ સ્થાનિકોએ દર્શાવ્યો છે. જવાબદાર આરોગ્ય કર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ પણ ઉઠી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Mar 10, 2024 10:03 AM
Latest Videos