મહેસાણા LCBએ ઉનાવા બસ સ્ટેન્ડ પાસેથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપ્યું, 2ની ધરપકડ
ઊંઝાના ઉનાવા નજીકથી મહેસાણા LCBએ દારુ ભરેલા કન્ટેનરને ઝડપી લીધું છે. હરિયાણાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા દારુ અંગેની બાતમી મળવાને લઈ LCBએ ઊંઝા હાઇવે પર વોચ ગોઠવી હતી. રાજસ્થાનના કન્ટેનરના ખોટા દસ્તાવેજો તૈયાર કરીને માલ સામાનની હેરફેર કરવામાં આવતી હોવાનું તરકટ રચ્યુ હતુ. દારૂ ભરેલા કન્ટેનર સાથે ધરમારામ અને જશવંત હુકા નામના બે શખ્સની ધરપકડ કરાઈ છે.
મહેસાણા LCBએ દારુ ભરેલા કન્ટેનરને ઊંઝાના ઉનાવા નજીકથી ઝડપી પાડ્યુ છે. હરિયાણાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા દારુ અંગેની બાતમી મળવાને લઈ LCBએ ઊંઝા હાઇવે પર વોચ ગોઠવી હતી. SP ઋષિકેશ ઉપાધ્યાયની સૂચનાઅનુસાર માર્ગ પર વોચ રાખતા એક શંકાસ્પદ કન્ટેનર ઝડપાઈ આવ્યુ હતુ. જેની તલાશી લેતા જેમાંથી 28.96 લાખનો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો.
આ પણ વાંચો: રોહિત શર્માએ ધર્મશાળા ટેસ્ટ જીત્યા બાદ બતાવ્યું, ક્રિકેટમાંથી ક્યારે લઈ લેશે સંન્યાસ!
હરિયાણાથી આવતા રાજસ્થાનના કન્ટેનરના ખોટા દસ્તાવેજો તૈયાર કરીને માલ સામાનની હેરફેર કરવામાં આવતી હોવાનું તરકટ રચ્યુ હતુ. જે મુજબ કન્ટેનર ચાલકે તેને મુંબઈ લઇ જવાનું હોવાનું નાટક રચ્યુ હતુ. પરંતુ ગુજરાતમાં દારુ ઘુસાડવા જતા જ મહેસાણા પોલીસે તેને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. કુલ રૂપિયા 49.10 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ બે શખ્શોની ધરપકડ કરી છે. દારૂ ભરેલા કન્ટેનર સાથે ધરમારામ અને જશવંત હુકા નામના બે શખ્સની ધરપકડ કરાઈ છે. દારૂ મોકલનાર મોબાઈલ નંબર ધારક અને બાડમેરનો કમલેશ જાટ આ મામલે વોન્ટેડ જાહેર કરાયા છે.