મહેસાણાઃ ઊંઝાના જીરુંની સુવાસની જેમ, જોટાણાના મરચાની તીખાશ દેશ-વિદેશમાં ફેમસ, જુઓ

મહેસાણાઃ ઊંઝાના જીરુંની સુવાસની જેમ, જોટાણાના મરચાની તીખાશ દેશ-વિદેશમાં ફેમસ, જુઓ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2024 | 10:20 AM

મહેસાણા જિલ્લાના જોટાણાનું મરચું મહેસાણા સહિત દેશ વિદેશમાં ખવાય છે. જોટાણા ના મરચા ની તીખાશ હવે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાત અને વિદેશમાં પણ ફેલાવા લાગી છે. જોટાણામાં એક બે નહિ પણ 15 થી 20 જાત ના મરચા મળે છે. અને એ પણ પોતાની નજર સમક્ષ ઘંટી માં દળીને આપે છે. એટલે કે કોઈ પણ રંગ કે મિશ્રણ વગર નું શુદ્ધ મરચું અહી મળે છે.

મહેસાણા ના ઉંઝા શહેરને જીરૂની સુવાસ થી ઓળખવામાં આવે છે. તો મહેસાણાના જોટાણા ના મરચા ની તીખાશ હવે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાત અને વિદેશમાં પણ ફેલાવા લાગી છે. જોટાણા ના મરચા નો વર્ષો જૂનો વ્યવસાય ફૂલ્યો ફાલ્યો છે. શા માટે જોટાણા નું મરચું છે આટલું ફેમસ ? શા માટે જોટાણા ના મરચા ની તીખાશ સૌને ગમે છે ? અહીંના મરચામાં ખાસ વાત છે અને એટલે જ તો તેની માંગ વિશેષ રહેતી હોય છે.

મહેસાણા જિલ્લાના જોટાણાનું મરચું મહેસાણા સહિત દેશ વિદેશમાં ખવાય છે. જોટાણામાં એક બે નહિ પણ 15 થી 20 જાત ના મરચા મળે છે. અને એ પણ પોતાની નજર સમક્ષ ઘંટી માં દળીને આપે છે. એટલે કે કોઈ પણ રંગ કે મિશ્રણ વગર નું શુદ્ધ મરચું અહી મળે છે.

જોટાણા તાલુકામાં ખેડૂતો રોકડીયા પાક મરચાની ખેતી તરફ વર્ષોથી વળી ગયા છે. મરચાને છોડ પર જ સુકાવા દઈ મરચાના ડોડવા તૈયાર કરે છે, અને ત્યાર બાદ સૂકા આખા મરચા જોટાણા ના માર્કેટ યાર્ડ અને માર્કેટ માં પણ વેચે છે. જેના કારણે અહી જ ખેતી અને અહી જ વેપાર થવાથી જોટાણા નો મરચાનો વેપાર વધ્યો છે.

મરચું 25℅ સસ્તું થયું

આ વિસ્તારમાં મરચા ના પાક માટે અનુકૂળ વાતાવરણના કારણે ઉત્પાદન પણ સારું થતું હોય છે. આ વર્ષે મરચું 25℅ સસ્તું થયું છે. તો હળદર 25 % મોંઘી થઈ છે. ઊંઝા જેમ મસાલા માર્કેટની ઓળખ ધરાવે છે તેમ જોટાણામાં મરચાનું મોટું માર્કેટ જોવા મળી રહ્યું છે. અહીં અનેક ખેડૂતો વેપારી બની મરચાને દળીને બિઝનેશ કરવા પોતાની દુકાનો બનાવી વ્યવસાય પણ કરી રહ્યા છે. જોટાણાનું મરચું મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્ય અને વિદેશમાં પણ જાય છે. આખા વર્ષનું મરચું હળદર સહિતના પોતાની નજર સમક્ષ ફેલાયેલા મસાલા નજર લેવા લોકો દૂર દૂરથી જોટાણા આવે છે.

આ પણ વાંચો: રોહિત શર્માએ ધર્મશાળા ટેસ્ટ જીત્યા બાદ બતાવ્યું, ક્રિકેટમાંથી ક્યારે લઈ લેશે સંન્યાસ!

આમ જોટાણા તાલુકો વિકાસથી ચોક્કસ પાછળ છે પણ વ્યવસાયથી અગ્રેસર બની એક આગવી ઓળખ ઉભી કરવામાં ચોક્કસ સફળ સાબિત થયો છે અને મરચું ભલે તીખું હોય પણ તેની મીઠાસ દેશ વિદેશ સુધી ફેલાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

Published on: Mar 10, 2024 10:20 AM
g clip-path="url(#clip0_868_265)">