ખેડા : અમદાવાદથી ડાકોર તરફ જઈ રહેલી ખાનગી બસ પલટી, 2 લોકોના મોત
અમદાવાદ નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર ડાકોર એક્ઝિટ ટોલ બુથ પાસે બસ પલટી જતાં આ દૂર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને વ્યક્તિ અમદાવાદના રહેવાસી હતા. અમદાવાદના બાપુનગરમાં રેહતા દેવ દેવેન્દ્ર શાહ અને દિનેશ શાહનું અક્સ્માતમાં મોત નિપજ્યું છે
અમદાવાદથી ડાકોર તરફ જઈ રહેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર ડાકોર એક્ઝિટ ટોલ બુથ પાસે બસ પલટી જતાં આ દૂર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને વ્યક્તિ અમદાવાદના રહેવાસી હતા.
અમદાવાદના બાપુનગરમાં રેહતા દેવ દેવેન્દ્ર શાહ અને દિનેશ શાહનું અક્સ્માતમાં મોત નિપજ્યું છે. તો ઈજાગ્રસ્તોને 108 દ્વારા તાત્કાલિક સારવાર આપી હોસ્પિટલ ખસેડાયા હતા. બસ ચાલકની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હોવાના પેસેન્જરોએ આક્ષેપ કર્યા છે. બસ ચાલક બેફામ અને બેફિકરાઈથી બસ ચલાવતા અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો મહીસાગર : વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવાને ઝેરી દવા ગટગટાવી, બે વ્યાજખોરો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
Latest Videos