અમદાવાદ : ટ્રાફિક કે પાલિકાના નિયમોનો ભંગ કરશો, તો હવે AI પકડી પાડશે

અમદાવાદ : ટ્રાફિક કે પાલિકાના નિયમોનો ભંગ કરશો, તો હવે AI પકડી પાડશે

Jignesh Patel
| Edited By: | Updated on: Mar 19, 2024 | 11:05 PM

અમદાવાદમાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની મદદથી ટ્રાફિક અને પાલિકાના નિયમોનો ભંગ કરનારને ઝડપી લેવામાં આવશે. આવા એક બે નહીં પરંતુ 22 નિયમો બાબતે હવે કોર્પોરેશનનું AIનું સોફ્ટવેર કામ કરશે અને નિયમનું પાલન ન કરનાર વ્યક્તિને ઘરે મેમો મોકલી આપશે. ભારતમાં પહેલીવાર એવું બનશે જેમાં AIનો ઉપયોગ કરાશે.

અમદાવાદમાં હવે તમારી પર નજર રાખવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કામ કરતું થઈ જશે. જે સીસીટીવી સાથે જોડાઈને તમારી તમામ ગતિવિધિઓ સ્ટોર કરશે, તેનું એનાલિસીસ કરશે. જેના આધારે તમે નિયમભંગ કરવામાં કેવા રીઢા ખેલાડી છો, ક્યારે કેટલી વાર અને કયા કયા નિયમોનો ભંગ કર્યો છે એ બધો જ રેકોર્ડ પળવારમાં હાજર થઈ જશે અને એના આધારે ટ્રાફિક પોલીસ અને પાલિકા બંને તમારી પાસેથી દંડ વસૂલ કરશે.

અત્યાર સુધી માત્ર સિગ્નલ પર રેડ લાઈટના ભંગ બદલ દંડ ફટકારાતો હતો. પણ હવે આ સોફ્ટવેરને AI સાથે અપડેટ કરી ટ્રાફિકના અલગ અલગ 12 નિયમો તેમજ કોર્પોરેશનના 10 નિયમનો ભંગ કરનાર સામે પગલાં લેવાશે.

કયા કયા નિયમભંગ સામે કાર્યવાહી કરાશે ?

  • અવરોધ રૂપ વાહનો પાર્ક કરવા
  • ત્રણ સવારી વાહન હાંકવું
  • રેડ લાઈટમાં વાહન હંકારવું
  • BRTSની લાઈનમાં વાહન ચલાવવું
  • હેલ્મેટ ન પહેરવું
  • રસ્તા પર કચરો ફેંકવો
  • લોડીંગ વાહનોમાં ભરાયેલા કચરા પર પ્લાસ્ટિક ન ઢાંકવું

આ સિવાય રસ્તા પર ખાડા સહિતની એવી અનેક ખામીઓ પણ આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની મદદથી શોધી લેવામાં આવશે. આવા એક બે નહીં પરંતુ 22 નિયમો બાબતે હવે કોર્પોરેશનનું AIનું સોફ્ટવેર કામ કરશે અને નિયમનું પાલન ન કરનાર વ્યક્તિને ઘરે મેમો મોકલી આપશે. ભારતમાં પહેલીવાર એવું બનશે જેમાં AIનો ઉપયોગ કરાશે.

Published on: Mar 19, 2024 11:04 PM
g clip-path="url(#clip0_868_265)">