મહીસાગર: કરિયાણાની દુકાનમાં એલોપેથિક દવાઓનું ગેરકાયદેસર વેચાણ, જુઓ વીડિયો

મહીસાગર: કરિયાણાની દુકાનમાં એલોપેથિક દવાઓનું ગેરકાયદેસર વેચાણ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2024 | 4:46 PM

મહિસાગરમાં કરિયાણાની દુકાનમાં એલોપેથિક દવાઓનું ગેરકાયદેસર વેચાણ કરી આદિવાસી વિસ્તારમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોવાનું સામે આવ્યું છે. તાવ, શરદી, માથાનો દુખાવો, ઝાડા, ઉલ્ટીની દવાઓનું કરિયાણાના સ્ટોર્સમાં વેચાણ થઈ રહ્યું છે.

મહીસાગરમાં કરિયાણાની દુકાનમાં એલોપેથિક દવાઓનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાની ઘટના સામે આવી છે. મેડિકલ સ્ટોરમાં વેચાતી દવાઓનું કરિયાણા સ્ટોર્સમાં વેચાણ કરવામાં આવતું હતું. આ એલોપેથિક દવાના ગેરકાયદે વેચાણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવારનવાર ડીગ્રી વગરના ડોક્ટર ઝડપાતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હવે કરિયાણાની દુકાનમાં એલોપેથિક દવાઓનું ગેરકાયદેસર વેચાણ કરી આદિવાસી વિસ્તારમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોવાનું સામે આવ્યું છે. તાવ, શરદી, માથાનો દુખાવો, ઝાડા, ઉલ્ટીની દવાઓનું કરિયાણાના સ્ટોર્સમાં વેચાણ થઈ રહ્યું છે.

આ પણ વાંચો ઇ-મેમો ભરવાનું ટાળવાની આદત હોય તો સુધારી લેજો, નહિંતર ખાવી પડશે જેલની હવા

g clip-path="url(#clip0_868_265)">