ખેડૂતો માટે સારા સમાચાર, અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જુઓ Video

ખેડૂતો માટે સારા સમાચાર, અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2024 | 4:52 PM

અંબાલાલ પટેલે રાજ્યમાં મજબૂત વરસાદી રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં મજબૂત પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના સંકેત મળ્યા છે. આગાહી મુજબ આગામી ચાર દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

અમદાવાદ સહિત રાજ્યમાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ અંબાલાલ પટેલે મજબૂત વરસાદી રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં મજબૂત પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના સંકેત મળ્યા છે. આગાહી મુજબ આગામી ચાર દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું પડવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો આજનું હવામાન : છત્રી અને રેઇનકોટ કાઢીને રાખજો ! ગુજરાતમાં કાળઝાળ ગરમી સાથે માવઠાની આગાહી, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">