પરશોત્તમ રુપાલાનો વિરોધ ડામવા હર્ષ સંઘવી મેદાને, ભાવનગરમાં યોજાઈ બેઠક, જુઓ VIDEO
ભાવનગરમાં આ વિરોધ જોવા મળ્યો હતો ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયા ફોર્મ ભરવા જતા પહેલા ક્ષત્રિય આગેવાનો એ ભારે નારેબાજી કરીને ભાજપ અને રુપાલાનો વિરોધ કર્યો હતો જે બાદ હવે ભાવનગમાં રુપાલાના વિરોધને ડામવા હર્ષ સંઘવી ભાવનગર પહોચ્યાં હતા જ્યા તેમણે ખાનગી હોટલમાં જીતુ વાઘાણી તેમજ નીમુ બાંભણિયા સાથે બેઠક યોજી હતી
રુપાલાનો વિરોધ ડામવા હર્ષ સંઘવી મેદાને ઉતર્યા છે. પરસોત્તમ રુપાલાના નિવેદન બાદ થોડા સમયથી ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ ક્ષત્રિયો ભાજપ રાજકોટ ઉમેદવાર રુપાલાનો વિરોધ કરી રહ્યા છે અને તેમનાનું ફોર્મ રદ કરવાની માંગણી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભાજપે ઉમેદવારના બદલતા રુપાલાને જ મેદાને ઉતાર્યા છે જેને લઈને ક્ષત્રિયોમાં ભાજપ તરફ નારાજગી જોવા મળી રહી છે.
ભાવનગરમાં આ વિરોધ જોવા મળ્યો હતો. ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયા ફોર્મ ભરવા જતા પહેલા ક્ષત્રિય આગેવાનો એ ભારે નારેબાજી કરીને ભાજપ અને રુપાલાનો વિરોધ કર્યો હતો જે બાદ હવે ભાવનગમાં રુપાલાના વિરોધને ડામવા હર્ષ સંઘવી ભાવનગર પહોચ્યાં હતા જ્યા તેમણે ખાનગી હોટલમાં જીતુ વાઘાણી તેમજ નીમુ બાંભણિયા સાથે બેઠક યોજી હતી.
સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતભરમાં રુપાલા વિરોધ વચ્ચે ભાજપ પોતાની રણનીતિથી આગળ વધી ક્ષત્રિય આગેવાનો સાથે મીટિંગ યોજી મનાવવા સતત પ્રયાસો કરી રહી છે. ત્યારે હર્ષ સંઘવી ભાવનગ પહોચ્યાં હતા. જ્યાં અગાઉ થયેલ વિરોધને લઈને ક્ષત્રિયોમાં ભારે નારાજગી દેખાઈ હતી, ત્યારે હર્ષ સંઘવીએ જીતુ વાઘાણી અને નીમુ બાંભણિયા સાથે બેઠક કરી હતી. આ સાથે ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકનું આયોજન કરાયું હોવાની પણ સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે.
આ સમયે ભાવનગરમાં હર્ષ સંઘવી અને સંગઠન પ્રધાન રત્નાકરજીની અધ્યક્ષતામાં એક ખાનગી હોટલમાં બેઠક યોજાઇ હતી.જેમાં ક્ષત્રિય આંદોલન અંગે ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં જીતુ વાઘાણી અને નીમુબેન બાંભણિયા હાજર રહ્યા હતા.