અરવલ્લીઃ મેઘરજના ઢેમડા પાસે કારમાં આગ લાગતા અફરાતફરી, જુઓ

અરવલ્લીઃ મેઘરજના ઢેમડા પાસે કારમાં આગ લાગતા અફરાતફરી, જુઓ

| Updated on: May 03, 2024 | 1:06 PM

મેઘરજ તાલુકાના ઢેમડા ગામે એક કારમાં આગ લાગી હતી. કાર લઈને મુસાફરો લગ્ન પ્રસંગ આવ્યા હતા. જ્યાં કારને મુસાફરોએ ઉતર્યા બાદ ચાલકે એક ઝાડના નીચે છાંયડામાં પાર્ક કરી હતી. પરંતુ એકાએક જ કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયેલી જોવા મળી હતી. ધીરે ધીરે આગ વધતી જવા લાગતા કાર આગમાં સળગી સંપૂર્ણ રીતે ખાખ થઈ ગઈ હતી.

કાળઝાળ ગરમી વરસી રહી છે. આ દરમિયાન ગરમીમાં ભર બપોરે વાહન લઈ નિકળવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે. ગરમીમાં વાહનોમાં આગ લાગવાની ઘટના પણ સામે આવી રહી છે. આવી જ રીતે મેઘરજ તાલુકાના ઢેમડા ગામે એક કારમાં આગ લાગી હતી. કાર લઈને મુસાફરો લગ્ન પ્રસંગ આવ્યા હતા. જ્યાં કારને મુસાફરોએ ઉતર્યા બાદ ચાલકે એક ઝાડના નીચે છાંયડામાં પાર્ક કરી હતી.

પરંતુ એકાએક જ કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયેલી જોવા મળી હતી. ધીરે ધીરે આગ વધતી જવા લાગતા કાર આગમાં સળગી સંપૂર્ણ રીતે ખાખ થઈ ગઈ હતી. આસપાસમાંથી આવેલા લોકોએ પણ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ શરુ કર્યો હતો. જોકે આગે કેટલીક પળોમાં જ સંપૂર્ણ રીતે જ્વાળાઓમાં લપેટી લીધી હતી. જેને કાબૂમાં લેવી મુશ્કેલ બની ગઈ હતી.

આ પણ વાંચો:  આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">