અરવલ્લીઃ માલપુરના પીપરાણા નજીક વાત્રક ડાબા કાંઠા કેનાલમાં ગાબડું પડ્યું, જુઓ

અરવલ્લીઃ માલપુરના પીપરાણા નજીક વાત્રક ડાબા કાંઠા કેનાલમાં ગાબડું પડ્યું, જુઓ

| Updated on: May 05, 2024 | 3:43 PM

માલપુર તાલુકામાં કેનાલમાં ગાબડું સર્જાયું છે. વાત્રક ડેમની ડાબા કાંઠાની કેનાલ પર ગાબડું પડવાને લઈ હજારો લીટર પાણી વહી જવા પામ્યું છે. કેનાલમાં ભંગાણ સર્જાવાને લઈ આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઈ ખેતરો પણ બેટ સ્વરુપ દેખાવા લાગ્યા હતા. મોલ્લી-પીપરાણા નજીક કેનાલમાં ગાબડું સર્જાયું હતુ.

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં કેનાલમાં ગાબડું સર્જાયું છે. વાત્રક ડેમની ડાબા કાંઠાની કેનાલ પર ગાબડું પડવાને લઈ હજારો લીટર પાણી વહી જવા પામ્યું છે. કેનાલમાં ભંગાણ સર્જાવાને લઈ આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઈ ખેતરો પણ બેટ સ્વરુપ દેખાવા લાગ્યા હતા. વાત્રક જળાશયમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈના પાણી આપવામાં આવે છે. આ દરમિયાન મોલ્લી-પીપરાણા નજીક કેનાલમાં ગાબડું સર્જાયું હતુ.

ડાબા કાંઠાની કેનાલમાં પીપરાણા નજીક ભંગાણ સર્જાવાને લઈ ખેડૂતોને પણ ચિંતા વધી ગઈ હતી. એક તરફ ખેડૂતો રજૂઆતો કરીને સિંચાઈના પાણી મેળવે છે. તો વળી હાલમાં ઉનાળાને લઈ સિંચાઈ માટે પાણીની સમસ્યા વિસ્તારમાં જોવા મળતી હોય છે. ત્યાં કેનાલમાં ગાબડું પડવાને લઈ પાણીનો વ્યય થયો હતો. હવે ઝડપથી કેનાલનું રિપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો:  શેના આાધારે હવામાન નિષ્ણાંતો કરે છે આગાહી? જાણો પૂર્વાનુમાન કેવી રીતે થાય છે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">