ઝાલોદ પાલિકાના કોર્પોરેટરની હત્યા કેસમાં ATSને મળી સફળતા, 3 વર્ષથી ફરાર આરોપીને મધ્યપ્રદેશથી દબોચ્યો
વર્ષ 2020ની 27 સપ્ટેમબરે ઝાલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટર હિરેન પટેલ જ્યારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા ત્યારે પીક અપ વાનથી ટક્કર મારીને હત્યાને અંજામ અપાયો હતો. અત્યાર સુધી આ કેસમાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
દાહોદ જિલ્લાની ઝાલોદ નગર પાલિકાના કોર્પોરેટર હિરેન પટેલની હત્યા કેસમાં ATSને સફળતા મળી છે. ગુજરાત ATSએ આ કેસમાં ફરાર આરોપીને મધ્યપ્રદેશના ઇન્દોરના ખીજરાણામાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ મુખ્ય આરોપી મહંમદ સમી અને ઇરફાન પાડાને મદદ કરી હતી.
વર્ષ 2020ની 27 સપ્ટેમબરે ઝાલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટર હિરેન પટેલ જ્યારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા ત્યારે પીક અપ વાનથી ટક્કર મારીને હત્યાને અંજામ અપાયો હતો. અત્યાર સુધી આ કેસમાં 8 આરોપીની ધરપકડ કરાઇ છે. મોહંમદ ઈરફાન ભીસ્તી ઉજજૈનનો વતની હતો પણ 2020માં હત્યાને અંજામ આપ્યા બાદ તે પોતાના અસલી નામ ઈરફાન અબ્બાસીની ઓળખ સાથે ઉજ્જૈનના ખીજરાણામાં સલૂન ચલાવતો હતો.
FIRમાં નામ હોવાની જાણ થતા ઈરફાન સપ્ટેમ્બર 2020થી ફરાર થયો હતો અને મધ્યપ્રદેશમાં પોતાનું ગામ મહીદપુર છોડીને તે ઈંદૌર ખાતે છૂપાઈને રહેતો હતો. ગુજરાત ATS દ્વારા ઝડપી પાડવામાં આવેલ આરોપી ઈરફાન ભીસ્તીની અટક કરી કાયદેસરની કાર્યવાહી માટે ઝાલોદ પોલીસને સોંપવામાં આવશે.