સુરતના લોકોમાં આવ્યો જાપાની લોકોનો સારો ગુણ, વરઘોડામાં ફટાકડા ફોડ્યા બાદ જાનૈયાઓએ જાતે જ કરી સફાઇ, જુઓ Video
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે. સુરત કોર્પોરેશન એક બાજુ વરઘોડામાં દંડ ફટકારી રહી છે. બીજી બાજુ સ્વચ્છતાને લઇ વરઘોડામાં જાનૈયાઓએ સાફસફાઇ કરીને અનોખો દાખલો બેસાડ્યો છે. જાનૈયાઓનો સફાઇ કરતો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે. સુરત કોર્પોરેશન એક બાજુ વરઘોડામાં દંડ ફટકારી રહી છે. બીજી બાજુ સ્વચ્છતાને લઇ વરઘોડામાં જાનૈયાઓએ સાફસફાઇ કરીને અનોખો દાખલો બેસાડ્યો છે.જાનૈયાઓનો સફાઇ કરતો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.
જાન્યુઆરી 2024માં સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના (cleanliness survey 2023) પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.તેમાં નંબર 1 રેન્ક સુરત શહેરને આપવામાં આવ્યો છે.સુરત શહેરને ક્લીન સિટી નંબર 1 બનાવવાનો રેન્ક યથાવત રાખવા માટે જાહેર સ્થળો અને રસ્તાની રાઉન્ડ ધ ક્લોક સફાઈ પર ભાર મુકવામાં આવે છે.જેના પગલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરઘોડામાં ફટાકડા ફોડીને કચરો ફેલાવવા સામે પણ દંડનીય કાર્યવાહી ચાલી જ રહી છે. જો કે બીજી તરફ જાનૈયાઓના એક ગ્રુપ દ્વારા ફટાકડા ફોડ્યા બાદ સફાઇ કરી અનોખી મિસાલ કાયમ કરવામાં આવી છે.
આ પણ વાંચો- ગુજરાતમાં 2 વર્ષમાં મેડિકલ કોલેજોની સ્નાતક-અનુસ્નાતકની બેઠકોમાં વધારો, 3 વર્ષમાં વધુ 72200 બેઠક ઉપલબ્ધ બનશે
સુરતના કતારગામ આંબાતલાવડી રોડ ઉપર એક વરઘોડો નીકળ્યો હતો. જે પછી જાનમાં આવેલા વડીલોએ સુરત શહેરને સ્વચ્છતામાં નંબર 1 રાખવા માટેની પોતાની પણ ફરજ હોવાનું માનીને જવાબદારી નિભાવી હતી. વડીલોએ જાનૈયાઓને આપણે જાતે જ આ કચરો સાફ કરવાનું જણાવ્યુ હતુ. લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડીને જે કાગળના ટુકડા ઉડાડીને રોડ ઉપર કચરો ફેલાવ્યો હતો, તે જાનૈયાઓએ જાતે જ સાવરણીથી સાફ કર્યો હતો.