Dahod : રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા દાહોદ કોંગ્રેસમાં ભંગાણ, ઈશ્વર પરમારે તમામ હોદ્દા પરથી આપ્યુ રાજીનામું
રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં 7 માર્ચથી શરુ થવાની છે. 8 માર્ચના રોજ આ યાત્રા દાહોદમાં પહોંચશે અને રાહુલ ગાંધી અહીં કાર્યકર્તાઓને સંબોધન પણ કરવાના છે, જો કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા દાહોદ પહોચે તે પહેલા જ દાહોદ શહેરના પ્રમુખ ઇશ્વર પરમારે રાજીનામું આપી દીધુ છે.

કોંગ્રેસમાં એક સાધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસમાં વિખવાદ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રા શરુ થાય તે પહેલા જ દાહોદ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યુ છે. દાહોદ કોંગ્રેસ શહેર પ્રમુખ ઈશ્વર પરમારે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યુ છે.
રાહુલ ગાંધી 8 માર્ચે દાહોદમાં સંબોધન કાર્યક્રમ કરવાના છે,ત્યારે રાહુલ ગાંધીની યાત્રાને લઈને દાહોદમાં ગઇકાલે સંમેલન યોજાયું હતું. સંમેલન પૂર્ણ થયા બાદ તરત દાહોદ કોંગ્રેસ શહેર પ્રમુખ ઈશ્વર પરમારે રાજીનામું મૂકી દીધુ છે. શહેર પ્રમુખના રાજીનામા બાદ અન્ય વધુ કોંગ્રેસના હોદ્દેદારો રાજીનામું આપે તેવી ચર્ચાઓ પણ વહેતી થઇ છે.