ભરૂચ : મતદાન જાગૃતિ માટે 35 વિદ્યાર્થીનીઓએ 12 કલાકની જહેમત બાદ મહારંગોળીની રચના કરી, જુઓ વીડિયો
ભરૂચ : આગામી લોકસભા સામાન્ય ચૂંટણી2024માં વધુ મતદાન થાય તે હેતુસર મતદાન જાગૃતિ અન્વયે ભરૂચ શહેર ખાતે મહારંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓએ આ રંગોળી તૈયાર કરી હતી જેને જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ રૂબરૂ નિહાળી હતી.

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે ભરૂચ જિલ્લામાં ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સો ટકા મતદાન માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. લોકશાહીને મજબુત બનાવવા દરેક મતદારો પોતાની ફરજ નિભાવીને અચુક મતદાન કરે તે માટે જાગૃતી લાવવા શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રયાસો કરી રહ્યાં છે.તે અંતર્ગત શહેરની નારાયણ વિદ્યાલય ખાતે 35 વિધાર્થીનિઓ દ્વારા 12 કલાકના અથાગ પરિશ્રમ બાદ મતદાન જાગૃતિની થીમ આધારીત રંગોળી તૈયાર કરવામાં આવી હતી.
Latest Videos