ભરૂચ : જંબુસર નજીક સમુદ્રમાંથી મળી આવેલ શિવલિંગ આસ્થાનું કેન્દ્ર બન્યું, જુઓ વીડિયો
ભરૂચ : જંબુસરના કવિ નજીક ખંભાતના અખાતમાં માછીમારી કરવા ગયેલા માછીમારોની જાળમાં મળી આવેલ શિવલિંગ સ્થાનિકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. 100 કિલો કરતા વધુવજનના સ્ફટિકના શિવલિંગને દર્શનાર્થે મુકવામાં આવ્યું છે.

મોટી સંખ્યામાં ભક્તો શિવલિંગના દર્શન માટે ઉમટી રહયા છે. આ શિવલિંગ ખુબ ભારે હોવા છતાં સમુદ્રમાં તરતું જોવા મળ્યું હતું. સ્થાનિક માછીમાર આસ્થા સાથે આ શિવલિંગ કાવી ગામના કિનારે લઈ આવ્યા હતા. શિવલિંગને કમલેશ્વર મંદિરમાં ભક્તો માટે દર્શનાર્થે મુકવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો શિવલિંગના દર્શન અને તેની પૂજા માટે મંદિરમાં ઉમટી રહયા છે. સુત્રો અનુસાર પુરાતત્ત્વશાસ્ત્રીઓની ટિમ અહીંની મુલાકાત લઈ શકે છે.
Latest Videos