Porbandar Video : માછીમાર એસોસિએશનની બેઠક યોજાઈ, સમુદ્રમાં લાઇન અને લાઇટ ફિશિંગ રોકવા કાયદો બનાવાની માગ કરી
પોરબંદરમાં અખિલ ગુજરાત માછીમાર મંડળની એક બેઠક યોજવામાં આવી છે. જેમાં ગુજરાતના દરિયા કિનારે માછીમારી કરતા માછીમારો અને એસોસિએશન જોડાયા હતા. આ બેઠકમાં પરંપરાગત માછીમારની વ્યાખ્યા નક્કી કરવા, લાઇટ ફિશિંગ, લાઇન ફિશિંગ જેવા અનેક મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવી છે.
પોરબંદરમાં અખિલ ગુજરાત માછીમાર મંડળની એક બેઠક યોજવામાં આવી છે. જેમાં ગુજરાતના દરિયા કિનારે માછીમારી કરતા માછીમારો અને એસોસિએશન જોડાયા હતા. આ બેઠકમાં પરંપરાગત માછીમારની વ્યાખ્યા નક્કી કરવા, લાઇટ ફિશિંગ, લાઇન ફિશિંગ જેવા અનેક મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. માછીમાર સમાજે જણાવ્યું કે, કે લાઇન અને લાઇટ ફિશિંગથી નુકસાન થતું હોવાથી તેના પર રોક લગાવવામાં આવે. આ બાબતે સરકારમાં રજૂઆત કરીને કાયદો બનાવવા આવે છે.
તેમજ નક્કી કરેલા નિયમોનું પાલન કરવા અંગે બેઠકમાં ચર્ચા કરાઇ છે. વધુમાં તેમણે જણાવ્યું કે લાઈટ ફિશિંગ કરનાર લોકો સમુદ્રના પેટાળમાં હેવી લાઇટ નાંખીને માછલા સાથે તેના બચ્ચા અને ઇંડા પણ ઉઠાવી જાય છે. જેથી પર્યાવરણનું નિકંદન થઇ રહ્યું છે. લાઇન ફિશિંગ એટલે કે કેટલાંક લોકો એક સાથે માછીમારી કરતા હોવાથી નાના માછીમારો બેકાર બની જાય છે.
માછીમારી માટે સરકાર કાયદો બનાવે તેવી માગ
મહત્વનું છે કે રાજ્યના 1600 કિલોમીટરના સમુદ્રમાંથી લાખો માછીમારો પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે થોડા દિવસો પહેલા ઓખા બંદર પર 26 બોટ લાઇન ફિશિંગ કરતી પકડાઇ હતી.તેમના માછલા જપ્ત કરીને ઠપકો અપાયો હતો. તો આવું ફરી ન બને તે માટે બેઠક બોલાવાઇ હતી. જેમાં પરંપરાગત માછીમારીનો વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. તેમજ લાઇન અને લાઈટ ફિશિંગનો રોકીવા તેમજ કાર્યવાહી કરવા મુદ્દે ચર્ચા કરાઇ છે. આ સાથે સરકાર પણ આ બાબતે ત્વરિત નિર્ણય લે તેવી માગ કરી છે.