આજનું હવામાન : ગુજરાતવાસીઓ હાડ થીજવતી ઠંડી માટે થઈ જાવ તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ વીડિયો

આજનું હવામાન : ગુજરાતવાસીઓ હાડ થીજવતી ઠંડી માટે થઈ જાવ તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ વીડિયો

| Updated on: Feb 09, 2024 | 10:23 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં ઠંડીનો અનુભવ થાય તેવી સંભાવના છે. પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ ઠંડીનો અનુભવ થાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં ઠંડીનો અનુભવ થાય તેવી સંભાવના છે. પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ ઠંડીનો અનુભવ થાય તેવી સંભાવના છે. આગામી બે દિવસમાં 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. પવનની ગતિ પણ 20-30 કિં.મીની ઝડપે રહે તેવી સંભાવના છે. બીજી તરફ 2- 3 દિવસ બાદ ફરી ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, આણંદ,અરવલ્લી, જુનાગઢ,પંચમહાલ, સાબરકાંઠા,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ દાહોદ,ગાંધીનગર,મોરબી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પાટણમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ જામનગર, કચ્છ, ખેડા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Feb 09, 2024 10:23 AM
g clip-path="url(#clip0_868_265)">