ભરૂચ : જમીન સંપાદનના વળતરથી નારાજ ખેડૂતોએ મતદાન પ્રક્રિયાની સમજ આપવાના કાર્યક્રમનો વિરોધ કર્યો, જુઓ વીડિયો

ભરૂચ : જમીન સંપાદનના વળતરથી નારાજ ખેડૂતોએ મતદાન પ્રક્રિયાની સમજ આપવાના કાર્યક્રમનો વિરોધ કર્યો, જુઓ વીડિયો

| Updated on: Jan 16, 2024 | 2:34 PM

ભરૂચ : લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે. જૂનમાં હાલની સરકારની ટર્મ પુરી થઈ રહી છે. આગામી ટર્મ માટે મતદાન પ્રક્રિયા એપ્રિલ - મે 2024 દરમિયાન યોજાય તેવા અનુમાન છે. મતદાન વિશે લોકોને સમજ આપવા ડેમોસ્ટ્રેશન યોજવામાં આવી રહ્યા છે.

ભરૂચ : લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે. જૂનમાં હાલની સરકારની ટર્મ પુરી થઈ રહી છે. આગામી ટર્મ માટે મતદાન પ્રક્રિયા એપ્રિલ – મે 2024 દરમિયાન યોજાય તેવા અનુમાન છે. મતદાન વિશે લોકોને સમજ આપવા ડેમોસ્ટ્રેશન યોજવામાં આવી રહ્યા છે. અંકલેશ્વરના દીવા ગામે મતદાન પ્રક્રિયાની સમજ આપવાના કાર્યક્રમનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો.

અંકલેશ્વર તાલુકાના દીવા ગામ પંચાયતમાં મામલતદાર કચેરી તરફથી ઇલેક્શન ડેમો રાખવામાં આવ્યો હતો. ગામના ખેડૂતોએ વિરોધ કરાવી ડેમોસ્ટ્રેશન બંધ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરકારી પ્રોજેક્ટો માટે જમીન સંપાદનના વળતરથી નારાજ ખેડૂતોએ અગાઉથીજ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">